Oral Health: આ 5 ઘરગથ્થુ ઉપાયથી દાંતનો સડો થશે દુર, દાંત અને પેઢાના દુખાવાથી મળશે રાહત
Oral Health: ઘણા લોકો દાંતનો સડો, દાંતમાં ઈન્ફેકશન, પેઢામાં દુખાવો, મોંમાં દુર્ગંધ સહિતની સમસ્યાથી પરેશાન હોય છે. દાંતમાં સડો થવાથી તકલીફ ખૂબ વધારે થાય છે. દાંતમાં સડો થઈ જાય તો ખાવા-પીવાની પણ સમસ્યા થઈ જાય છે. દાંતની આવી સમસ્યાને દુર કરવા તમે કેટલાક ઘરગથ્થુ ઉપાયો કરી શકો છો જેનાથી તમને દાંતના દુખાવાથી રાહત મળશે.
લીમડાનું દાંતણ
જો તમે દાંતના સડોથી પરેશાન છો તો તમે કેટલાક ઘરેલું ઉપચાર અપનાવીને તેને મટાડી શકો છો. દાંત સાફ કરવા માટે અને સડાને વધતો અટકાવવા માટે તમે લીમડાના દાંતણનો ઉપયોગ કરી શકો છો.
એલોવેરા જેલ
એલોવેરા જેલ દાંતના સડાથી રાહત અપાવવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેમાં એન્ટી-બેક્ટેરિયલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેને તમે પાણીમાં ઉમેરી કોગળા કરી શકો છો.
ઓઈલ પુલિંગ
તમે ઓઈલ પુલિંગ પણ કરી શકો છો. તેનાથી દાંતના સડાથી પણ ઘણી રાહત મળે છે. દાંતમાં રહેલા ખરાબ તત્વો ઓઈલ પુલિંગ દૂર કરે છે અને દાંતને થતું નુકસાન અટકાવે છે.
મીઠું
દાંતના સડાના કારણે થતી સમસ્યાને તુરંત જ દૂર કરવા માટે મીઠું ખૂબ જ મદદગાર સાબિત થાય છે. તેના માટે દરરોજ સવારે અને સાંજે મીઠાના પાણીથી કોગળા કરવા જોઈએ.
લવિંગ
લવિંગ દાંતને અનેક સમસ્યાથી બચાવવામાં મદદ કરે છે. દાંતમાં સડો હોય, દુખાવો હોય, પેઢામાં સોજો હોય કે કોઈપણ સમસ્યા હોય તેમાં લવિંગ ઉપયોગી સાબિત થાય છે.
Trending Photos