Lifehacks: ઘરમાં રાખો આ 5 માંથી કોઈ 1 વસ્તુ, જીવતો નહીં બચે ઘરમાં આવેલો એક પણ મચ્છર

Home Remedies for Mosquitoes: વરસાદ આવે એટલે તેની સાથે મચ્છરની સમસ્યા પણ આવી જાય છે. વરસાદી વાતાવરણમાં મચ્છરનો ઉપદ્રવ વધી જાય છે અને સાથે જ મચ્છરજન્ય બીમારીઓનું જોખમ પણ વધે છે. ડેન્ગ્યુ અને મેલેરિયા ફેલાવતા મચ્છર રાત્રે જ નહીં પરંતુ દિવસે પણ ઘરમાં જોવા મળે છે. વરસાદી વાતાવરણમાં મચ્છરને ઘરથી દૂર કરવા હોય તો કેટલાક ઘરેલુ ઉપાય અજમાવી શકાય છે. આ ઉપાય કરવાથી મચ્છર તમારા ઘરની આસપાસ પણ નહીં ફરકે. 

લીંબુ અને લવિંગ 

1/6
image

લીંબુ અને લવિંગ એવી વસ્તુ છે જેનાથી મચ્છર સો ફૂટ દૂર રહે છે. આ બંને વસ્તુની સુગંધ મચ્છર સહન કરી શકતા નથી. મચ્છરને ઘરથી દૂર રાખવા હોય તો લીંબુની સ્લાઈસ કરી તેમાં 4 લવિંગ લગાવી ઘરની અલગ અલગ જગ્યાએ રાખી દો.

લસણ 

2/6
image

લસણની તીવ્ર ગંધ પણ મચ્છર સહન કરી શકતા નથી. જો ઘરની આસપાસ વધારે મચ્છર હોય તો લસણની પેસ્ટ બનાવી ઉકળતા પાણીમાં ઉમેરીને તેને ઠંડુ કરી સ્પ્રે બોટલમાં ભરી લો. આ સ્પ્રેને ગાર્ડન એરિયામાં છાંટી દેશો તો મચ્છરનો ત્રાસ દૂર થઈ જશે. 

એસેન્સિયલ ઓઇલ 

3/6
image

લેવેન્ડર, નીલગીરી, ટી ટ્રી ઓઇલ કે લેમનગ્રાસ ઓઈલ જેવા એસેન્સિયલ ઓઇલની સુગંધથી પણ મચ્છર દૂર ભાગે છે. આ ઓઇલનો ઉપયોગ ઘરમાં કરવાથી મચ્છર આવશે નહીં. આ ઓઈલને તમે ત્વચા પર લગાડી પણ શકો છો. 

લીમડાનું તેલ 

4/6
image

લીમડાનું તેલ પણ મચ્છર ભગાડવાનું કામ સારી રીતે કરે છે. લીમડાના તેલને પાણી સાથે મિક્સ કરી ઘરમાં અલગ અલગ જગ્યાએ છાંટી દેશો તો મચ્છર ઘરમાં ફરકતા બંધ થઈ જશે. 

કપૂર 

5/6
image

કપૂરનો ઉપયોગ કરીને પણ મચ્છરથી છુટકારો મેળવી શકાય છે. રાત પડે એટલે ઘરના બારી દરવાજા બંધ કરી ઘરની અંદર કપૂર સળગાવો. 

6/6
image