Skin Care: તડકા અને પરસેવાના કારણે નિસ્તેજ થયેલા ચહેરા પર તુરંત આવશે ગ્લો, ટ્રાય કરો આ 5 ફેસ પેક

Skin Care: ગરમીના કારણે ચહેરો બેજાન અને નિસ્તેજ થઈ જાય છે. આ સમસ્યાનો સામનો મોટાભાગના લોકોને કરવો પડે છે. વારંવાર પરસેવો થવાના કારણે ચહેરો કાળો પણ દેખાય છે.  ચહેરાની રંગત તડકાના કારણે ફિક્કી પડી ગઈ હોય તો આ 5 ફેસપેક ટ્રાય કરી શકાય છે. તેનાથી ચહેરા પર ઈંસ્ટન્ટ ગ્લો આવે છે.
 

હળદર અને ચણાનો લોટ

1/6
image

ઉનાળા માટે આ ફેસપેક સૌથી બેસ્ટ સાબિત થાય છે. તેના માટે ચણાના લોટમાં ચપટી હળદર ઉમેરી તેને ચહેરા અને ગરદન પર લગાવો.   

તરબૂચનું માસ્ક

2/6
image

ઉનાળામાં તરબૂચ ખાવાથી જેટલી ઠંડક મળે છે એટલો જ ફાયદો ચહેરા પર તરબૂચ લગાડવાથી થાય છે. તરબૂચની પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવી શકાય છે. 

દહીં અને હળદર

3/6
image

ચહેરાની ડલનેસ દુર કરવા માટે 2 ચમચી દહીંમાં ચપટી હળદર ઉમેરી તેને ચહેરા પર લગાવો. તેનાથી ચહેરા પર ગ્લો આવે છે. 

ચણાનો લોટ અને મધ

4/6
image

ચણાના લોટમાં થોડું મધ ઉમેરી અને જરૂર અનુસાર પાણી ઉમેરી પેસ્ટ બનાવી તેને ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાને જરૂરી મોઈશ્ચર મળશે. 

એલોવેરા અને ચણાનો લોટ

5/6
image

ચણાનો લોટ અને એલોવેરા જેલ મીક્સ કરીને ચહેરા પર લગાડવાથી ચહેરા પરની કાળી ઝાંઈ દુર થાય છે. આ ફેસપેકને રોજ ચહેરા પર લગાડી શકાય છે.

6/6
image