જો તમે 5-6 ડિગ્રી સેલ્સિયસની તીવ્ર ઠંડી કહી રહ્યા છો, તો જાણો વિશ્વના સૌથી ઠંડા 5 શહેરો વિશે

નવી દિલ્હીઃ દેશના ઘણા રાજ્યોમાં જોરદાર ઠંડી પડી રહી છે અને લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું છે, જેને લોકો ભીષણ ઠંડી કહી રહ્યાં છે. આટલા તાપમાનમાં તો જનજીવન અસ્તવ્યસ્ત થવા લાગ્યું છે. જો તમને લાગે છે કે આ ઠંડી વધુ છે તો તમારે દુનિયાના 5 સૌથ ઠંડા શહેરો વિશે જાણી લેવું જોઈએ. આજે અમે તમને વિશ્વના 5 એવા શહેરો વિશે જણાવીશું જ્યાંનું તાપમાન લોહી જમાવી દે તેવું હોય છે, તેમ છતાં આ સ્થિતિ વચ્ચે લોકો અહીં રહે છે.

રેલોનાઇફ, કેનેડા (Yelloknife, Canada)

1/5
image

કેનેડાના યેલોનાઇફને અહીંના 100 શહેરોમાં સૌથી ઠંડુ શહેર માનવામાં આવે છે. અહીં એવરેજ તાપમાન શૂન્યથી -27.9 ડિગ્રી સેલ્સિયસ નીચે હોય છે. તો લઘુત્તમ તાપમાન શૂન્યથી -51 ડિગ્રી સેલ્સિયસ નીચે નોંધાય છે. 

અસ્તાના, કઝાકિસ્તાન (Astana, Kazakhstan)

2/5
image

કઝાકિસ્તાનનું અસ્તાના શહેર પોતાની આકર્ષક ઈમારતો માટે જાણીતું છે. અહીં શિયાળાની ઋતુ લાંબી અને કઠોર હોય છે. અહીં શિયાળામાં સરેરાશ તાપમાન માઈનસ -14.2 ડીગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન માઈનસ -51.5 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચે છે. નવેમ્બર અને એપ્રિલની વચ્ચે અહીં બધું થીજી જાય છે. આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ લોકો અહીં રહે છે.

બૈરો, અમેરિકા (Barrow, Utqiagvik, USA)

3/5
image

અલાસ્કામાં આર્કટિક સર્કલની ઉપર સ્થિત બૈરો શહેરને હવે Utqiagvik નામથી ઓળખવામાં આવે છે. અહીં ગરમી કે ઓછી ઠંડીવાળા દિવસો માત્ર 120 હોય છે. આ શહેર હંમેશા વાદળોથી ઢંકાયેલું રહે છે. અહીં એવરેજ તાપમાન માઇનસ 25 ડિગ્રી સેલ્સિયસ રહે છે અને લઘુત્તમ તાપમાન માઇનસ 49 ડિગ્રી સેલ્સિયસ સુધી નોંધાય છે. અહીં એટલી ઠંડી હોય છે કે સમુદ્રનું પાણી પણ જામી જાય છે. 

ઉલાનબાતોર, મંગોલિયા (Ulan Bator, Mangolia)

4/5
image

ઉલાનબાતોરને દુનિયાની સૌથી ઠંડી રાષ્ટ્રીય રાજધાની કહેવામાં આવે છે. અહીં ગરમીની સાથે-સાથે ઠંડી પણ જબરદસ્ત પડે છે. ગરમીમાં અહીં ગુરૂત્તમ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી જાય છે તો ઠંડીમાં ઘટીને -42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. અહીં જાન્યુઆરીમાં એવરેજ તાપમાન -24.6 ડિગ્રી સેલ્સિયસ રહે છે. 

ઉત્તરી મિનેસોટા, યુનાઇટેડ સ્ટેટ્સ (North Minnesota, US)

5/5
image

ઉત્તરી મિનેસોટો શહેર પોતાની રેકોર્ડ બર્ફવર્ષા માટે જાણીતું છે. અહીં એવરેજ 71.6 ઇંચ વરસાદ થાય છે, જેના કારણે તેને આઈસ બોક્સ ઓફ ધ નેશન કહેવામાં આવે છે. અહીં તાપમાન શૂન્યથી 48 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે પહોંચી જાય છે.