દવા વિના ઘટી જશે હાઇ કોલેસ્ટ્રોલ લેવલ, દરરોજ પલાળીને ખાવ 5 ડ્રાય ફ્રૂટ
કોલેસ્ટ્રોલ એક પ્રકારનો મીણ જેવો પદાર્થ છે, જે શરીરના તમામ કોષો દ્વારા ઉત્પન્ન થાય છે. તે શરીર માટે જરૂરી છે, પરંતુ જ્યારે તેની માત્રા વધુ પડતી થઈ જાય છે, ત્યારે તે સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમ કે હૃદય રોગ, વજન વધવું, હાર્ટ એટેક અને સ્ટ્રોક. આજે અમે તમને 5 ડ્રાય ફ્રૂટ્સ વિશે જણાવીશું, જેને પલાળીને ખાવામાં આવે તો ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે.
બદામ
બદામમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ, ફાઈબર અને પ્રોટીન હોય છે. બદામમાં હાજર આલ્ફા-લિનોલેનિક એસિડ એક પ્રકારનું ઓમેગા-3 ફેટી એસિડ છે, જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
અખરોટ
અખરોટમાં ઓમેગા-3 ફેટી એસિડ, પ્રોટીન, ફાઈબર અને મેગ્નેશિયમ હોય છે. અખરોટ શરીરમાં શુગર લેવલને ઘટાડવામાં મદદ કરે છે જે કોલેસ્ટ્રોલ સંબંધિત સમસ્યાઓનું કારણ બને છે.
કિસમિસ
કિસમિસમાં કુદરતી શુગર હોય છે જે ખરાબ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. આ સિવાય કિસમિસમાં વિટામિન સી, કેલ્શિયમ અને ફાઈબર પણ હોય છે.
કાજુ
કાજુમાં ફાઈબર, મેગ્નેશિયમ અને પ્રોટીન હોય છે. કાજુમાં રહેલા અનેક ગુણોને કારણે તે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.
ખજૂર
ખજૂરમાં વિટામીન, ફાઈબર, એમિનો એસિડ, ફોસ્ફરસ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
Trending Photos