દેશના આ મંદિર છે વિદેશી પર્યટન સ્થળ કરતાં પણ વધારે સુંદર, દરેક ભારતીયે એકવાર તો લેવી જ જોઈએ મુલાકાત

Famous Temples Of India: ભારતના મંદિરો દેશની એવી ધરોહર છે જેની જોડ દુનિયામાં ક્યાંય ન મળે. ભારતના અનેક મંદિરો એવા છે જ્યાં દર વર્ષે મોટી સંખ્યામાં વિદેશીઓ પણ પહોંચે છે. આમ તો ભારતમાં ઉત્તમ કલાકારીનો નમૂનો આપતા ઘણા મંદિરો છે પરંતુ આજે તમને એવા 5 મંદિરો વિશે જણાવીએ જેની મુલાકાત ભારતમાં રહેતા દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર તો લેવી જ જોઈએ. 

ખજુરાહો 

1/4
image

મધ્યપ્રદેશનું ખજુરાહોનું મંદિર તેની સુંદરતા માટે વિશ્વપ્રસિદ્ધ છે. આ મંદિરનું નિર્માણ 900 થી 1130 એડી વચ્ચે થયું હતું.. ખજુરાહોના મંદિર જોવા દુનિયાભરમાંથી લોકો ભારત આવે છે.

શોર ટેમ્પલ

2/4
image

તમિલનાડુના શોર ટેમ્પલ કોમ્પ્લેક્સમાં ઘણા મંદિરો આવેલા છે. અહીંથી બંગાળની ખાડી પણ જોઈ શકાય છે. આ મંદિર 8મી સદીમાં બનેલા છે.

મીનાક્ષી મંદિર

3/4
image

તમિલનાડુમાં આવેલું આ મંદિર સૌથી રંગીન છે. આ મંદિર મદુરાઈમાં આવેલું છે. આ મંદિરની સુંદરતા કોઈપણ વ્યક્તિને મંત્રમુગ્ધ કરી શકે છે. અહીં વિદેશથી મોટી સંખ્યામાં લોકો આવે છે. 

કેદારનાથ

4/4
image

કેદારનાથના દર્શન કરવા માટે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ લોકો આવે છે.  ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક એવું કેદારનાથ ધામ હિમાલયના સુંદર પર્વતો વચ્ચે છે. અહીં સુધી જવાનો રસ્તો અદ્ભુત અનુભવ કરાવે છે.