ક્રિકેટ ઈતિહાસના 3 એવા કેચ ડ્રોપ, જે સૌથી મોંઘા સાબિત થયા

બદલાતા સમયની સાથે ક્રિકેટના સ્વરૂપમાં પણ ફેરફાર થયો છે. પહેલા એકદિવસીય મેચ 60 ઓવરોની રમાતી હતી તો હવે 50 ઓવરની રમાઈ છે. પહેલા માત્ર મેદાની અમ્પાયરના નિર્ણય પર જ નક્કી કરવામાં આવતું પરંતુ હવે આધુનિક ટેકનિકની સાથે અમ્પાયરના નિર્ણયને પડકાર (ડીઆરએસ) આપવામાં આવે છે. સ્વરૂપની સાથે સાથે હવે નવા ફોર્મેટને પણ જોડવામાં આવ્યું છે, ટી20 ક્રિકેટ. આ ફટાફટ ક્રિકેટમાં ફીલ્ડિંગને વિશેષ મહત્વ આપવામાં આવે છે. પ્રત્યેક ટીમ પોતાના ફીલ્ડિંગના સ્તર પર ધ્યાન આપે છે. પ્રત્યેક ખેલાડી પોતાની ફિટનેસના સ્તરમાં સુધારો કરી રહ્યો છે. પરિણામસ્વરૂપ મેચમાં એકથી વધુને એક કેચ જોવા મળી રહ્યાં છે. 

જ્યારે કેચ છોડવાનો ઉલ્લેખ આવે છે કો, દક્ષિણ આફ્રિકાના પૂર્વ ખેલાડી હર્શલ ગિબ્સ દ્વારા છોડવામાં આવેલો કેચ યાદ આવે છે. તે ક્રિકેટના સૌથી મોંઘા કેચમાં સામેલ છે, જેનાથી તેની ટીમે મોટી કિંમત ચુકવવી પડી હતી. તો હવે વાત કરીએ ક્રિકેટ ઈતિહાસના મોંઘા કેચની જેની ટીમે મોટી કિંમત ચુકવી હતી. 

જ્યારે હર્શલ ગિબ્સે કેચ નહીં પરંતુ વિશ્વકપ છોડ્યો

1/3
image

1999ના વિશ્વકમાં દક્ષિણ આફ્રિકાના ઓપનિંગ બેટ્સમેન હર્શલ ગિબ્સે સ્ટીવ વોનો એક આસાન કેચ છોડી દીધો અને તે સમયમાં જ્યારે ઓસ્ટ્રેલિયા વિશ્વકપના સુપર સિક્સના રાઉન્ડમાંથી બહાર થવાની હતી. તે સમયે વોએ ગિબ્સને કહ્યું, દોસ્ત તે વિશ્વકપ પાડી દીધો. 

વિવાદ તે ન હતો કે કેચ કેમ પડ્યો પરંતુ તે વાત સામે આવી કે શેન વોર્ને પહેલા કહી રાખ્યું હતું કે ગિમ્બે કેચ છોડશે અને તેમ થયું. બાદમાં શેન વોર્ને સફાઇમાં કહ્યું કે, તે ગિબ્સની જલ્દી ખુશી મનાવવાની વાતથી પરિચીત હતો અને તેના આધારે તેણે વાત કહી હતી. 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ આ વિશ્વકપના સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકા બહાર થયું હતું. ઓસ્ટ્રેલિયાએ આ વિશ્વકપ પોતાના નામે કર્યો હતો. 

જ્યારે થિસારા પરેરાએ છોડ્યો રોહિત શર્માનો કેચ

2/3
image

કોલકત્તામાં રમાયેલી ભારત અને શ્રીલંકા વચ્ચેની વનડે મેચમાં એક એવો કેચ છૂટ્યો જે રનના મામલે સૌથી મોંઘો સાબિત થયો. તે કેચ હતો રોહિત શર્માનો, જેણે તે ઈનિંગમાં બેવડી સદી ફટકારી હતી. રોહિત શર્મા માત્ર 4 રનના વ્યક્તિગત સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો, જ્યારે તેનો કેચ થિસારા પરેરાએ છોડી દીધો હતો. 

મેચની શરૂઆતમાં રોહિત શર્માએ શ્રીલંકાના બોલર ઇરાંગાના બોલ પર થર્ડમેનની દિશામાં હવામાં શોટ ફટકાર્યો. થર્ડમેન પર ઉભેલા પરેરાએ આસાન કેચ છોડી દીધો. ઈડન ગાર્ડનમાં પરેરા દ્વારા છોડવામાં આવેલો કેચ રનનો મામલે સૌથી મોંઘો સાબિત થયો હતો. 

રોહિતે જીવનદાનનો ફાયદો ઉઠાવ્યો અને તેણે 264 રનની યાદગાર ઈનિંગ રમી હતી. જે એકદિવસીય મેચોમાં કોઈપણ બેટ્સમેનનો સર્વાધિક વ્યક્તિગત સ્કોર છે. 

જ્યારે માર્લોન સૈમુઅલ્સે છોડ્યો માર્ટિન ગુપ્ટિલનો કેચ

3/3
image

આ રનના મામલે વિશ્વકપના મુકાબલાનો સૌથી મોંઘો કેચ હતો, જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર માર્લોન સૈમુઅલ્સે કીવી બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલનો એક આસાન કેચ છોડી દીધો હતો. આ મેચ હતી 2015ના આઈસીસી વિશ્વકપના ચોથા ક્વાર્ટર ફાઇનલની જેમાં ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી હતી. 

વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર જેરોમ ટેલરના બોલ પર ગુપ્ટિલે સ્કેવર લેગ પર ઉભેલા સૈમુઅલ્સના હાથમાં કેચ આપ્યો પરંતુ તેણે છોડી દીધો હતો. માત્ર 4 રનના વ્યક્તિગત સ્કોર પર ગુપ્ટિલને જીવનદાન મળ્યું, તેણે આ કેચનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. ગુપ્ટિલે ત્યારબાદ અણનમ 237 રન ફટકાર્યા જે વિશ્વકપમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર છે. ન્યૂઝીલેન્ડે આ મેચ 143 રનથી જીત્યો હતો અને વિશ્વકપના સેમીફાઇનલમાં જગ્યા બનાવી હતી.