નમસ્તે ટ્રમ્પઃ સુરતમાં એક કલાકારે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની બનાવી 3-ડી રંગોળી
અમેરિકાના રાષ્ટ્રપતિ 24 ફેબ્રુઆરી, સોમવારે ભારતની યાત્રા પર આવી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરવાના છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રથમ વખત ભારતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે. તેમના પ્રવાસને લઈને અમદાવાદમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. તો ટ્રમ્પની આ મુલાકાતને લઈને ગુજરાત તથા દેશભરમાં લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં એક વ્યક્તિએ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 3-ડી રંગોળી બનાવી છે.
સુરતમાં એક કલાકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રંગોળી બનાવી છે. આ રંગોળીમાં 'નમસ્તે ટ્રમ્પ' પણ લખ્યું છે.
અમેરિકાના વડાપ્રધાન 24 ફેબ્રુઆરીએ બપોરે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનું ભવ્ય સ્વાગત કરશે.
એરપોર્ટથી બંન્ને નેતાઓ એક રોડ-શો કરવાના છે. રસ્તા પર બંન્ને નેતાઓનું સ્વાગત કરવા માટે લાખોની સંખ્યામાં લોકો હાજર રહેશે.
આ રોડ-શો બાદ બંન્ને નેતાઓ અમદાવાદમાં નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ પહોંચશે. ત્યાં અનેક નામચિન્હ લોકો સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહેશે. સ્ટેડિયમમાં બંન્ને નેતાઓ લોકોનું સંબોધન પણ કરવાના છે. અમદાવાદમાં ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવાસને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.
Trending Photos