6.13 લાખની આ કારે વેગનઆર-બલેનોને પણ પાછળ છોડી, ગ્રાહકોએ ખરીદવા જબરી પડાપડી કરી
Top Selling Cars in April: એપ્રિલમાં લોકો આ ગાડી ખરીદવા માટે રીતસરના તૂટી પડ્યા એવું કહી શકાય. સૌથી રસપ્રદ વાત એ છે કે ગત મહિને એસયુવીના વેચાણે તો કમાલ કરી નાખ્યો. એસયુવી અને એમપીવી સેગમેન્ટની કુલ 6 ગાડીઓ ટોપ પર રહી. આંકડા પર ફેરવો નજર...
10માં નંબરે ઈકો
10માં નંબરે ઈકો: મારુતિ સુઝૂકીની ઈકો ગાડી ગત મહિને (એપ્રિલ મહિનામાં) 12,060 યુનિટ વેચાઈ હતી. બરાબર એક વર્ષ પહેલા આ જ મહિનામાં આ ગાડીના 10,504 યુનિટ વેચાયા હતા. એટલે કે વેચાણમાં 15 ટકાનો વધારો થયો.
9માં નંબરે મારુતિ સુઝૂકી અર્ટિગા
9માં નંબરે મારુતિ સુઝૂકી અર્ટિગા: મારુતિ સુઝૂકીની અર્ટિગા એપ્રિલ મહિનામાં 13,544 યુનિટ વેચાઈ. જે વાર્ષિક રીતે 145 ટકાના વધારા સાથે છે.
8માં નંબરે બલેનો
8માં નંબરે બલેનો: મારુતિ સૂઝૂકીની જ પ્રીમિયમ હેચબેક કાર બલેનોના એપ્રિલ મહિનામાં 14,049 લોકોએ ખરીદ્યા. તેના વેચાણમાં વાર્ષિક રીતે 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
7માં નંબરે ફ્રોન્ક્સ
7માં નંબરે ફ્રોન્ક્સ: મારુતિ સુઝૂકી ફ્રોન્ક્સના વેચાણમાં ગત મહિને સારો એવો ઉછાળો જવા મળ્યો. આ કારનું ગત મહિને 14,286 યુનિટ્સ વેચાણ થયું. ગત વર્ષની સરખામણીમાં 63 ટકાનો વેચાણમાં ઉછાળો જોવા મળ્યો.
6 ઠ્ઠા નંબરે મહિન્દ્રા સ્કોર્પિયો
મહિન્દ્રા સ્કોર્પિયો સીરીઝમાં સ્કોર્પિયો-એન અને સ્કોર્પિયો ક્લાસિકના ગત મહિને સંયુક્ત રીતે 14,807 યુનિટ વેચાયા. જે વાર્ષિક રીતે 54 ટકાના વધારા સાથે છે. એપ્રિલ 2023માં સ્કોર્પિયો એસયુવીના 9,617 યુનિટ વેચાયા હતા.
5માં નંબરે હુંડાઈ ક્રેટા
5માં નંબરે હુંડાઈ ક્રેટા: હુંડાઈ મોટર ઈન્ડિયાની ટોપ સેલિંગ કાર ક્રેટા ગત મહિને પાંચમી સૌથી વધુ વેચાયેલી કાર રહી. ક્રેટાને 9 ટકાના વાર્ષિક વધારા સાથે 15,447 ગ્રાહકોએ ખરીદી.
4થા નંબરે મારુતિ સુઝૂકી ડિઝાયર
4થા નંબરે મારુતિ સુઝૂકી ડિઝાયર: મારુતિ સુઝૂકીની જબરદસ્ત સેડાન ડિઝાયરને એપ્રિલમાં 15,825 ગ્રાહકોએ ખરીદી. ડિઝાયરના વેચાણમાં 56 ટકાનો વાર્ષિક રીતે વધારો થયો છે.
3જા નંબરે મારુતિ બ્રેઝા
3જા નંબરે મારુતિ બ્રેઝા: મારુતિ સુઝૂકીની આ કારે ગત મહિને લાંબી છલાંગ ગગાવી અને ત્રીજી બેસ્ટ સેલિંગ કાર બની ગઈ. મારુતિ સુઝૂકીની આ કોમ્પેક્ટ એસયુવીને 45 ટકાના વાર્ષિક વધારા સાથે 17,113 ગ્રાહકોએ ખરીદી.
2જા નંબરે મારુતિ વેગનઆર
2જા નંબરે મારુતિ વેગનઆર: મારુતિ સુઝૂકીની વેગનઆર કારે સતત બીજા મહિને ભારતમાં સૌથી વધુ વેચાતી કારોની યાદીમાં બીજો નંબર મેળવ્યો. વેગનઆરના ગત મહિને 17,850 યુનિટ્સ વેચાયા. જો કે આ ફેમિલી હેચબેકનું વેચાણ વાર્ષિક રીતે (ગયા વર્ષે આ જ સમયગાળામાં) જોઈએ તો ઘટ્યું છે.
પહેલા નંબર પર આ કાર
ટાટા પંચ: ટાટા મોટર્સની કોમ્પેક્ટ એસયુવી ટાટા પંચને સતત બીજા મહિને ગ્રાહકોનો ભરપૂર પ્રેમ મળ્યો. પંચને એપ્રિલ મહિનામાં 19,158 લોકોએ ખરીદી અને ગત વર્ષના આ જ સમયગાળા સાથે સરખામણી કરીએ તો વેચાણમાં 75 ટકાનો વધારો થયો છે.
Trending Photos