આ ટેણકીએ 58 મિનીટમાં બનાવી 46 ડિશ, લોકડાઉનમાં મમ્મી પાસેથી શીખી રસોઈની કલા
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસમાં લોકડાઉનને પગલે બાળકોનું સ્કૂલ જવું લાંબા સમયથી બંધ થઈ ગયું છે. આ મહામારીને પગલે બાળકો ઘરમાંથી જ ઓનલાઈન સ્કૂલનો અભ્યાસ કરવો પડી રહ્યો છે. જો, ભારતીય બાળકોની વાત કરીએ તો આ લોકડાઉનના સમયમાં બાળકોએ ઘરમાં રહીને અનેક નવી બાબતો શીખી છે. અદભૂત કામ કર્યાં છે. ભારતના તમિલાનાડુમાં રહેનારી એક બાળકીએ લોકડાઉનમાં કંઈક એવું કર્યું, જેને પગલે તેનું નામ રેકોર્ડ બૂકમાં નોંધાયું છે. તમને જણાવી દઈએ કે, મંગળવારે આ બાળકીએ ચેન્નઈમાં 58 મિનિટમાં 46 ડિશ તૈયાર કરીને પોતાનું નામ યુનિકો બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં નોંધાવ્યું છે. આ પહેલા કેરળની એક 10 વર્ષની બાળકીએ 1 કલાકમાં 33 ડિશ બનાવી હતી.
આ પણ વાંચો :જેતપુર : મામી સાથે સંબંધ રાખનાર ભાણેજને મામાએ પહેલા દારૂ પીવડાવ્યો, અને બાદમાં કૂવામાં ફેંકી દીધો
યુનિકો બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવનારી આ બાળકીનું નામ એસએન લક્ષ્મી છે. એએનઆઈ સાથે વાત કરતા એસએન લક્ષ્મીએ જણાવ્યું કે, હું મારી મમ્મી પાસેથી ખાવાનું બનાવતા શીખી હતી. મને ખુશી છે કે, મેં આ પડાવ હાંસલ કર્યો છે. લક્ષ્મીની માતા એન કાલીમગલે જણાવ્યું કે, તેમની દીકરીએ લોકડાઉન દરમિયાન ખાવાનું બનાવવાનું શીખ્યું હતું અને હકીકતમાં બહુ જ સારું કરી રહી હતી. જેના બાદ તેના પિતાએ તેને વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો વિચાર આપ્યો હતો.
Tamil Nadu: A girl entered UNICO Book Of World Records by cooking 46 dishes in 58 minutes in Chennai yesterday. SN Lakshmi Sai Sri said, "I learnt cooking from my mother. I am very happy". pic.twitter.com/AmZ60HWvYX
— ANI (@ANI) December 15, 2020
એન કાલીમંગલે કહ્યું કે, હું તમિલનાડુના વિવિધ પારંપરિક વ્યંજન બનાવું છું. લોકડાઉન દરમિયાન મારી દીકરી મારી સાથે રસોઈ ઘરમાં આવતી હતી અને અવનવુ શીખતી હતી. જ્યારે હું મેં મારા પતિને તેના ખાવાનું બનાવવાના રસ વિશે ચર્ચા કરી તો તેઓએ વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો વિચાર આપ્યો. આ રીતે અમે કામ કર્યું.
આ ચેલેન્જનો વિચાર અમને ત્યારે આવ્યો જ્યારે લક્ષ્મીના પિતાએ રિસર્ચ કરવાનું શરૂ કર્યું અને જાણ્યું કે, કેરળની 10 વર્ષીય દીકરી સાન્વીએ 30 થી વધુ રેસિપી બનાવી હતી. આ પ્રકારે તેઓ ઈચ્છતા હતા કે તેમની દીકરી સાન્વીનો રેકોર્ડ બ્રેક કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે