આ શૌચાલયમાં આવીને મહિલાઓ થઇ જશે ખુશ, મળશે અદ્યતન સુવિધાઓ
આમ તો મુંબઇમાં વસ્તીના મુકાબલે શૌચાલયોની સંખ્યા આમ તો ઓછી છે અને જો મહિલાઓની વાત કરવામાં આવે તો તે પણ ગંદા અને દુર્ગંધમય હોય છે. મુંબઇમાં હવે એવા શૌચાલય એટલે કે WOLOO ખુલ્યો છે જે ના ફક્ત આ સફાઇના મામલે આંતરરાષ્ટ્રીય સ્તરનું છે, પરંતું ત્યાં મહિલાઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમાં મહિલાઓ પોતાનો મેકઅપ પણ દૂર કરી શકે છે.
Trending Photos
મુંબઇ: આમ તો મુંબઇમાં વસ્તીના મુકાબલે શૌચાલયોની સંખ્યા આમ તો ઓછી છે અને જો મહિલાઓની વાત કરવામાં આવે તો તે પણ ગંદા અને દુર્ગંધમય હોય છે. મુંબઇમાં હવે એવા શૌચાલય એટલે કે WOLOO ખુલ્યો છે જે ના ફક્ત આ સફાઇના મામલે આંતરરાષ્ટ્રીય સ્તરનું છે, પરંતું ત્યાં મહિલાઓ માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. તેમાં મહિલાઓ પોતાનો મેકઅપ પણ દૂર કરી શકે છે. પાણીની બોટલ લઇ શકે છે. ચા અથવા કોફીની પણ મજા પણ માણી શકે છે. સેનિટરી પેડની પણ સુવિધા પણ આપવામાં આવે છે અને મધુર સંગીતની મજા લઇ શકે છે.
આ લૂ પશ્વિમી દેશોના આધારે ખોલવામાં આવ્યા છે જ્યાં તેને પાવડર રૂમ કહેવામાં આવે છે. વર્લ્ડ ટોયલેટ દિવસના અવસર પર, રેલવે સ્ટેશન (પશ્વિમી)ના પાસે 19 નવેમ્બર 2019ના રોજ મહિલાઓ માટે દેશના પહેલાં પાવડર રૂમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. WOLOO (વીમેન લૂ) મહિલા દ્વારા મહિલાઓ માટે શરૂ કરવામાં આવ્યું છે.
WOLOO લૂમ એન્ડ વીવર રિટેલ પ્રાઇવેટ લિમિટેડનો પ્રોજેક્ટ છે, જેને મનીષ કેલશીકર સંસ્થાપક છે અને શિવકલા મુદલિયાર આ પહેલની સહ-સંસ્થાપક છે. મુંબઇમાં લગભગ 80 લાખ લોકો દરરોજ ટ્રેન વડે મુસાફરી કરે છે. તેમાં 41% મહિલા યાત્રી છે. એવી મહિલાઓ માટે સ્વચ્છ શૌચાલય ઉપલબ્ધ નથી, જેના લીધે તેમને માનસિક અને શારિરીક કષ્ટ ઉઠાવવો પડે છે.
સહ-સંસ્થાપક શિવકલા મુદલિયારનું કહેવું છે કે પાઉડર રૂમ પશ્વિમી દેશોમાં રાણીઓના જમાનાથી ચાલી આવતી પ્રથા છે કે આપણે 'દુર્ગંધ વિનાના એક સ્વચ્છતા સુવિધા લાવવા માંગતા હતા. જ્યારે તમે શૌચાલય અથવા વોશરૂમ વિશે વાત કરો છે, તો દુર્ગંધ અને અસ્વચ્છ વાતાવરણની ધારણા થાય છે જે તમારા મગજમાં આવે છે અને અમે વિચારતા નથી. WOLOO માં મહિલાઓ માટે સારી ગુણવત્તાવાળા શૌચાલય સેનિટરી પેડ, ચા, કોફી, સિલાઇ કિટ, બ્યૂટી પ્રોડ્ક્ટસ, સેનેટાઇઝર, મધુર સંગીત, ચોકલેટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે