Woolen Clothes: આ 5 ભૂલના કારણે ધોયા પછી ખરાબ થઈ જાય છે ઊનના કપડા, તમે તો નથી કરતા ને આ ભૂલ ?
Woolen Clothes: ઊનના કપડા કબાટમાંથી કાઢવાનો સમય આવી ગયો છે. જો ઊનના કપડા નો ઉપયોગ કરીને તેને સારી રીતે સાચવવામાં આવે તો આખું વર્ષ તેમાં કઈ જ ખરાબી આવતી. પરંતુ જો તેને ધોતી વખતે કેટલીક ભૂલ કરી દેવામાં આવે તો ઊન ના કપડા ખરાબ થઈ જાય છે.
Trending Photos
Woolen Clothes: ઊનના કપડા આરામદાયક, ગરમ અને સ્ટાઇલિશ હોય છે. પરંતુ જો તેને ધોતી વખતે કેટલીક ભૂલ કરી દેવામાં આવે અથવા તો તેને યોગ્ય રીતે ધોવામાં ન આવે તો તેનો રંગ અને આકાર બધું જ બગડી જાય છે. સામાન્ય કપડાની સરખામણીમાં ઊનના કપડા વધારે નાજુક હોય છે. તેને ધોતી વખતે પણ ખાસ ધ્યાન રાખવું પડે છે. જો ઉનના કપડાં ધોવામાં ભૂલ થઈ જાય તો તે ખરાબ થઈ જાય છે.
આજે તમને એવી પાંચ ભૂલ વિશે જણાવીએ જે ઊનના કપડા ને બરબાદ કરે છે. કપડાં ધોતી વખતે આ પાંચ ભૂલ કરવાથી બચવું જોઈએ. જો આ પાંચ ભૂલ નહીં કરો તો ઊનના કપડા વર્ષો વર્ષ સુધી સારા રહેશે. તેનો કલર અને આકાર એવો ને એવો રહેશે.
ગરમ પાણીથી ધોવા
ઊનના કપડા ને ગરમ પાણીથી ધોવા સૌથી મોટી ભૂલ છે. ઊનના કપડા ગરમ પાણીથી ધોશો તો તે સંકોચાઈ જશે અને તેનો આકાર નાનો થઈ જશે. ઊનના કપડા ફાટી પણ શકે છે તેથી ઊનના ગરમ કપડાને નોર્મલ પાણીથી જ ધોવા.
નોર્મલ ડિટરજન્ટનો ઉપયોગ
જે ડિટર્જન્ટ થી નોર્મલ કપડાં ધોવાતા હોય તેનાથી ગરમ કપડાં ધોવા પણ મોટી ભૂલ છે. ઊનના કપડા ધોવા માટે ઊન માટે અનુકૂળ ડિટર્જન્ટ નો જ ઉપયોગ કરવો જોઈએ. સામાન્ય ડિટર્જન્ટ માં હાર્ડ કેમિકલ હોય છે જે ઊનના નાજુક ફાઇબરને નુકસાન કરે છે.
કપડા પર બ્રશ મારવું
ઊનના કપડાં ધોતી વખતે તેના પર જોરથી બ્રશ મારવું કે તેને રગડવા સૌથી મોટી ભૂલ છે. ઊનના કપડા આ રીતે ધોવાથી તેનું ફાઇબર તૂટી જાય છે અને તેનો આકાર બગડી જાય છે. ઊનના કપડાને હળવા હાથે જ ધોવા અને તેને ધોયા પછી નીચોવવા પણ નહીં.
કપડાને ડ્રાયરમાં સુકવવા
આવા જ જાણીને નવાઈ લાગશે પરંતુ ડ્રાયરમાં ઊનના કપડા સુકવવાની ભૂલ કરવી નહીં. ડ્રાયરમાં ગરમ હવા આવે છે જે ઊનના કપડા માટે હાનિકારક હોય છે. તેનાથી કપડાનો આકાર ટૂંકો થઈ જાય છે. ઊનના કપડા ધોયા પછી તેને કોઈ જગ્યાએ રાખી દેવા જ્યારે તેનું પાણી ટપકી જાય પછી તેને સુકવવા.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે