Viral Video: ગજબ! 180 ડિગ્રી સુધી ફરી જાય છે આ છોકરીની ગરદન, જુઓ વાયરલ વીડિયો

Viral Video: આ એક ખૂબ જ ડરામણો વીડિયો છે જેને જોઈને કોઈ પણ આશ્ચર્યચકિત થઈ શકે છે.  આ વીડીયોમા છોકરીએ કેવી રીતે આ કારનામું કર્યું તે જોઈ શકાય છે અને તેની પાછળ બીજી મહિલા ઉભી છે તે આ કામમાં છોકરીની મદદ કરી રહી છે તે પણ જોઈ શકાય છે.

Viral Video: ગજબ! 180 ડિગ્રી સુધી ફરી જાય છે આ છોકરીની ગરદન, જુઓ વાયરલ વીડિયો

Woman Turned Head 180 Degree: બોડીની ફ્લેક્સિબિલિટીના કારણે ઘણી વખત લોકો વાયરલ થઈ જાય છે. જો કે સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો છે, જેમાં જોઈ શકાય છે કે લોકો તેમના શરીરને કેવી રીતે ફેરવે છે, પરંતુ વિચારો કે જો કોઈ વ્યક્તિ પોતાનું માથું એવી રીતે ફેરવે છે કે તે સીધું આગળ જોવાને બદલે સીધું પાછળ જોવાનું શરૂ કરે છે, તો તે ખુબ જ રેર છે. આવો જ એક વીડિયો સામે આવ્યો છે.

ધીમે ધીમે સ્પિન કરવાનું શરૂ કરે છે
 એક યુઝરે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બે મહિલાઓ ઉભી છે અને ખૂબ જ સ્પોર્ટી લુકમાં જોવા મળી રહી છે. આમાંથી એક મહિલા થોડી ઉંચી ઉભી છે અને તેણે બીજીનું માથું પકડી લીધું છે. જ્યારે બીજી સ્ત્રી છોકરી નીચે બેઠી છે અને તે ધીમે ધીમે માથું ફેરવવા લાગે છે.

— Viral Uncensored Tv (@uncensoredpromo) March 1, 2023

સીધું નહિ પણ પાછળ જોવું
આશ્ચર્યની વાત એ છે કે મહિલાના ચહેરાને જોઈને લાગે છે કે તેને પીડા થઈ રહી છે પરંતુ તે માથું ફેરવી રહી છે. પછી થોડી જ વારમાં બીજી છોકરીનો ચહેરો સંપૂર્ણપણે 180 ડિગ્રી ફરી જાય છે અને તેનો ચહેરો તેની પીઠ તરફ વળે છે.  જોવા પર એવું લાગે છે કે છોકરી સીધુ નહીં પણ પાછળની તરફ જોઈ રહી છે. જો કે, આ સ્થિતિ લાંબો સમય ટકી શકી નહીં અને મહિલા ફરીથી નોર્મલ સ્થિતિમાં પાછી આવી.

વિડિયો નબળા દિલના લોકો માટે નથી
જેણે પણ આ દ્રશ્ય જોયું તે જોતા જ રહી ગયા. આના પર તમામ યુઝર્સની પ્રતિક્રિયાઓ પણ આવવા લાગી. એક યુઝરે લખ્યું કે આ વિડિયો નબળા દિલના લોકો માટે નથી. તે જ સમયે, એકે એમ પણ લખ્યું કે આ પ્રકારનું પરાક્રમ કરવું સામાન્ય લોકોના જીવન માટે ખતરો બની શકે છે, તેથી તેને ઘરે કરવાનો પ્રયાસ ન કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news