ડ્રાય થયેલા વાળમાં ચમક લાવે છે ચાનું પાણી, આ રીતે તૈયાર કરી વાળમાં કરો ઉપયોગ
Tea water For Dry Hair: આજના સમયમાં મોટાભાગના લોકોને ખરતા વાળ અને ડ્રાય થયેલા વાળની સમસ્યા સતાવે છે. આ સમસ્યાને દૂર કરવી હોય તો ચાના પાણીનો ઉપયોગ કરી શકાય છે. જો તમે વાળમાં ચાના પાણીનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા ડ્રાય થયેલા વાળમાં પણ ચમક આવી જશે.
Trending Photos
Tea water For Dry Hair: આજના સમયમાં લોકોની લાઈફ સ્ટાઈલ અને આહાર એવો થઈ ગયો છે કે જેનો પ્રભાવ ત્વચા અને વાળ ઉપર પડે છે. સાથે જ વધતું પ્રદૂષણ વાળ અને ત્વચાને નુકસાન કરે છે. આજના સમયમાં મોટાભાગના લોકોને ખરતા વાળ અને ડ્રાય થયેલા વાળની સમસ્યા સતાવે છે. આ સમસ્યાને દૂર કરવી હોય તો ચાના પાણીનો ઉપયોગ કરી શકાય છે. જો તમે વાળમાં ચાના પાણીનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા ડ્રાય થયેલા વાળમાં પણ ચમક આવી જશે. ચા માં એવા તત્વ હોય છે જે વાળની ચમક વધારે છે અને તેને મજબૂત કરે છે સાથે જ તેનો ગ્રોથ પણ વધારે છે. તો ચાલો તમને જણાવીએ કે ચામાંથી પાણી કેવી રીતે તૈયાર કરવું.
આ પણ વાંચો:
વાળ માટે ચાનું પાણી તૈયાર કરવા માટે સૌથી પહેલા એક ગ્લાસ પાણીમાં બે ટીબેગને ઉકાળો. ચારથી પાંચ મિનિટ સુધી પાણીને ઉકાળો અને પછી ટીબેગને પાણીની અંદર જ રહેવા દો અને પાણીને ઠંડુ થવા દો. પાણી ઠંડુ થાય એટલે તમે તેનો ઉપયોગ કરી શકો છો.
ચાના પાણીનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા વાળને શેમ્પુથી સાફ કરી લેવા. શેમ્પુ કર્યા પછી છેલ્લે તૈયાર કરેલા પાણીનો ઉપયોગ કરીને વાળને ધોઈ લેવા. ત્યાર પછી વાળને કુદરતી રીતે કોરા થવા દેવા. આ પાણીનો થોડા દિવસ નિયમિત ઉપયોગ કરશો એટલે તમારા ડ્રાય થયેલા વાળમાં ચમક પાછી આવી જશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે