Skin Care: શિયાળામાં આલિયા જેવી ગુલાબી ત્વચા રાખવા માટે ઘરના રસોડાની આ વસ્તુનો કરો ઉપયોગ

Skin Care: શિયાળામાં સુંદર અને ગ્લોઈંગ સ્કીન મેળવવી એટલી મુશ્કેલ નથી જેટલી આપણને લાગે છે. શિયાળાની ઋતુમાં જ્યારે ત્વચા ડ્રાય થવા લાગે છે અને ચહેરા પરની ચમક ગાયબ થવા લાગે છે ત્યારે તમે આ ઘરગથ્થુ ઉપાય કરી શકો છો. 

Skin Care: શિયાળામાં આલિયા જેવી ગુલાબી ત્વચા રાખવા માટે ઘરના રસોડાની આ વસ્તુનો કરો ઉપયોગ

Skin Care: શિયાળામાં સુંદર અને ગ્લોઈંગ સ્કીન મેળવવી એટલી મુશ્કેલ નથી જેટલી આપણને લાગે છે. શિયાળાની ઋતુમાં જ્યારે ત્વચા ડ્રાય થવા લાગે છે અને ચહેરા પરની ચમક ગાયબ થવા લાગે છે ત્યારે તમે આ ઘરગથ્થુ ઉપાય કરી શકો છો. આમ તો સ્કીન કેરની ઘણી વસ્તુઓ બજારમાં ઉપલબ્ધ હોય છે. પરંતુ શિયાળામાં જરૂરી નથી કે તે દરેક વસ્તુ ત્વચા પર કામ કરે. આ સ્થિતિમાં તમે ત્વચા પર ગુલાબી ગ્લો માટે ચોખાના પાણીનો ઉપયોગ કરી શકો છો. 

ચોખાનો ઉપયોગ કરતી વખતે તેને પલાળવામાં અને ધોવામાં આવે છે. ચોખા ધોયા પછી તેનું પાણી આપણે ફેંકી દઈએ છીએ. પરંતુ આ પાણીમાં ઘણા એવા તત્વો હોય છે જે આપણી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. દક્ષિણ કોરિયા અને જાપાનમાં આ પાણીનો ઉપયોગ ત્વચા માટે સૌથી વધુ થાય છે. 

ચોખાના પાણીને માત્ર વાળ માટે જ નહીં પરંતુ ત્વચા માટે ઉપયોગી ગણવામાં આવે છે. ચોખાના પાણીમાં એમિનો એસિડ, એન્ટી ઓક્સિડેન્ટ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરે છે. આ પાણીને લગાડવાથી ત્વચાની ચુસ્તતા વધે છે.  ચોખાનું પાણી ટેનિંગ, ડાઘ અને સનબર્નની સમસ્યાઓથી પણ રાહત આપે છે.

ત્વચા માટે ચોખાનું પાણી કેવી રીતે બનાવવું ?

તેના માટે એક કપ ચોખાને ઓછામાં ઓછા અડધો કલાક પાણીમાં પલાળી રાખો. જો તમે ઈચ્છો તો સફેદ ચોખા સિવાય તમે લાલ ચોખા, બ્રાઉન રાઈસ કે બાસમતી ચોખાનો પણ ઉપયોગ કરી શકો છો.

ચોખાનું પાણી તૈયાર કરવાની બીજી રીત એ પણ છે કે તમે જ્યારે ચોખાને પાણી ઉમેરી પકાવો છો ત્યારે તેમાં પાણી વધારે રાખો. ભાત બની ગયા પછી વધારાનું પાણી અલગ કાઢી લો અને તે ઠંડુ થાય ત્યારે તેનો ઉપયોગ કરો.

ચોખાના પાણીનો કરો ટોનર તરીકે ઉપયોગ

ચોખાના પાણીને ચહેરા પર ટોનરની જેમ લગાડી શકાય છે. ચોખાના પાણીને ટોનર તરીકે લગાવવા માટે તેને રુમાં લઈને ચહેરા પર લગાડોય થોડા સમય પછી ચહેરો પાણીથી ધોઈ શકો છો.

ફેસ માસ્ક 

તમે ચહેરા માટેના ફેસ માસ્કમાં ચોખાનું પાણી ઉમેરી શકો છો. તેના માટે ચણાના લોટમાં ચોખાના પાણીને મિક્સ કરી તેને ચહેરા પર લગાડો. તેનાથી ચહેરા પરના ડાઘ દુર થાય છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news