આનાથી સસ્તી ડીલ નહીં મળે... માત્ર 30,000 માં ફરી આવો વિદેશ, ફટાફટ જાણો વિગતો

Travel Abroad: વિદેશ પ્રવાસનું સપનું બધા જ લોકોનું પૂરું થતું નથી. કારણ કે દરેક વ્યક્તિ લાખો રુપિયા ખર્ચી વિદેશ ફરવા જઈ શકતી નથી. જો કે વિશ્વના ઘણા દેશ એવા પણ છે જ્યાં જવા માટે તમારે લાખો રુપિયા ખર્ચ કરવાની જરૂર નથી. તમે ઓછા ખર્ચે વિદેશ પ્રવાસ કરી શકો છો. 
 

આનાથી સસ્તી ડીલ નહીં મળે... માત્ર 30,000 માં ફરી આવો વિદેશ, ફટાફટ જાણો વિગતો

Travel Abroad: આજના સમયમાં લોકોની જીવનશૈલી એવી થઈ ગઈ છે કે લોકો વર્ષે એકવાર પરિવાર સાથે વિદેશ પ્રવાસ આરામથી કરી લેતા હોય છે. પરંતુ વિદેશ પ્રવાસનું સપનું બધા જ લોકોનું પૂરું થતું નથી. કારણ કે દરેક વ્યક્તિ લાખો રુપિયા ખર્ચી વિદેશ ફરવા જઈ શકતી નથી. જો કે વિશ્વના ઘણા દેશ એવા પણ છે જ્યાં જવા માટે તમારે લાખો રુપિયા ખર્ચ કરવાની જરૂર નથી. તમે ઓછા ખર્ચે વિદેશ પ્રવાસ કરી શકો છો. 

આજે તમને ત્રણ એવા દેશ વિશે જણાવીએ જ્યા ફરવા જવા માટે બજેટની ચિંતા કરવી નહીં પડે. આ જગ્યાએ ફરવા જવા માટે માત્ર 30,000 નો ખર્ચ થશે. તો ચાલો તમને જણાવીએ ભારતથી તમે ઓછા ખર્ચે કયા કયા દેશ ફરી શકો છો.

આ પણ વાંચો:

નેપાશ ખૂબ જ સુંદર દેશ છે. પર્વતોથી ઘેરાયેલા આ દેશમાં મંદિરો સહિત અનેક ફરવાની જગ્યાઓ છે.  નેપાળમાં કાઠમંડુ, પોખરા, નાગરકોટની મુલાકાત લઈ શકાય છે. નેપાળની રાઉન્ડ ટ્રીપનો ખર્ચ લગભગ 10,000 રૂપિયા છે. નેપાળમાં ફરવા ઉપરાંત તમે સ્ટ્રીટ ફૂડ અને નેપાળી વાનગીનો આનંદ માણી શકો છો. અહીં રહેવું, ફરવું અને એડવેન્ચર એક્ટિવિટીનો બધો જ ખર્ચ 30,000ની અંદર થઈ જાય છે.
 
શ્રીલંકા

શ્રીલંકા પણ સૌંદર્યથી ભરપૂર દેશ છે. શ્રીલંકામાં કોલંબોની નાઇટલાઇફ ખૂબ પ્રખ્યાત છે. અહીં ખાવાપીવાનો ખર્ચ પણ ખુબ ઓછો થાય છે. ભારતથી કોલંબોની ટુ વે ટિકિટ 16-17 હજારમાં મળશે. અહીંનો પ્રવાસ પણ તમામ ખર્ચ સાથે 30 હજાર સુધીમાં થઈ જાય છે. 
 
ભુટાન

ભુટાન એક નાનકડો પણ સુંદર દેશ છે. અહીંની સુંદરતા તમારી યાત્રાને વધુ યાદગાર બનાવશે. ભુતાનનું પારો શહેર સૌથી સુંદર શહેર છે. અહીંના પ્રાચીન સ્થાપત્ય પ્રવાસીઓને સૌથી વધુ આકર્ષે છે. અહીં તમે ભારતથી ટ્રેનમાં પણ જઈ શકો છો.  આ વિદેશ યાત્રા કોલકાતાથી ટ્રેનમાં શરુ થઈ શકે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news