આ છે ભારતનું સૌથી ટૂંકું નામ ધરાવતું રેલ્વે સ્ટેશન, એકવાર વાંચી લીધું તો ક્યારેય નહીં ભુલો ગેરંટી

Railway Station With Shortest Name: થોડા સમય પહેલા આ અંગેની માહિતી ખુદ રેલ્વે મંત્રાલયના સત્તાવાર સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી. દેશનું સૌથી ટૂંકું નામ ધરાવતું રેલ્વે સ્ટેશન ઓરિસ્સામાં આવેલું છે.

આ છે ભારતનું સૌથી ટૂંકું  નામ ધરાવતું રેલ્વે સ્ટેશન, એકવાર વાંચી લીધું તો ક્યારેય નહીં ભુલો ગેરંટી

Railway Station With Shortest Name: ભારતીય રેલ્વે વિશ્વનું ચોથું સૌથી મોટું રેલ્વે નેટવર્ક છે. જે દરરોજ કરોડો લોકોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડે છે. સુરક્ષિત સુનિશ્ચિત મુસાફરી કરવા માટે લોકો ભારતીય રેલ્વે પર વિશ્વાસ મુકે છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતના કયા રેલવે સ્ટેશનનું નામ સૌથી ટૂંકું છે.  

આ પણ વાંચો:

થોડા સમય પહેલા આ અંગેની માહિતી ખુદ રેલ્વે મંત્રાલયના સત્તાવાર સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી. દેશનું સૌથી ટૂંકું નામ ધરાવતું રેલ્વે સ્ટેશન ઈબ છે જે ઓરિસ્સામાં આવેલું છે. ભારતીય રેલ્વે નેટવર્કમાં આ એકમાત્ર સ્ટેશન છે, જેનું નામ આટલું ટૂંકું છે. તેના નામમાં માત્ર બે જ અક્ષરો છે. 

હવે તમે વિચારતા હશો કે તેનું નામ આટલું નાનું કેવી રીતે? આ રેલ્વે સ્ટેશનનું નામ ઈબ નદીના નામ પરથી રાખવામાં આવ્યું છે. ઈબ નદી એ એક ઉપનદી છે જે છત્તીસગઢ અને ઓરિસ્સા રાજ્યોમાંથી વહે છે. દેશમાં ઘણા એવા રેલ્વે સ્ટેશન છે, જેમના નામ ખૂબ જ આશ્ચર્યજનક છે અને કેટલાક ખૂબ જ રમુજી પણ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news