Tea Purity Test: ઘરમાં વપરાતી ચાની ભુકી અસલી ચા છે કે કચરો છે.. આ 3 સરળ રીતે જાણી શકો છો

Tea Purity Test: અન્ય વસ્તુમાં જે રીતે ભેળસેળ કરવામાં આવે છે તે રીતે ચાની ભુકીમાં પણ થાય છે. જોકે સારી વાત એ છે કે તમે ઘરે કેટલીક ટીપ્સ ફોલો કરીને સરળતાથી જાણી શકો છો કે તમે જે ચાની ભુકીનો ઉપયોગ કરો છો તે અસલી છે કે નકલી.

Tea Purity Test: ઘરમાં વપરાતી ચાની ભુકી અસલી ચા છે કે કચરો છે.. આ 3 સરળ રીતે જાણી શકો છો

Tea Purity Test: ચા પીવાનો શોખ હોય તે દિવસમાં ત્રણથી ચાર કપ ચા આરામથી પી લેતા હોય છે. પરંતુ કેટલાક લોકો અજાણતા ઘરમાં નકલી ચાના પાવડરનો ઉપયોગ કરતા હોય છે. નકલી ચા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. અન્ય વસ્તુમાં જે રીતે ભેળસેળ કરવામાં આવે છે તે રીતે ચાની ભુકીમાં પણ થાય છે. જોકે સારી વાત એ છે કે તમે ઘરે કેટલીક ટીપ્સ ફોલો કરીને સરળતાથી જાણી શકો છો કે તમે જે ચાની ભુકીનો ઉપયોગ કરો છો તે અસલી છે કે નકલી. તો ચાલો તમને પણ જણાવીએ કે ઘરના રસોડામાં રહેલી ચા પત્તી અસલી છે કે નકલી તે કેવી રીતે જાણવું. 

રંગ

ચાની ભુકી અસલી છે કે નથી તે તેના રંગ પરથી જાણી શકાય છે. એક કાચના બાઉલમાં લીંબુનો રસ કાઢવો અને તેમાં થોડી ચા ઉમેરી દો. જો લીંબુના રસનો રંગ પીળો અથવા તો લીલો થઈ જાય તો ચા પત્તી અસલી હશે પરંતુ જો લીંબુનો રસ નારંગી રંગનો થઈ જાય તો ચા પત્તી ભેળસેળ વાળી હશે.

ટિશ્યૂ પેપર

ચાની ભુકી અસલી છે કે નકલી તે ટીસ્યૂ પેપરની મદદથી પણ જાણી શકાય છે. એક ટીસ્યૂ પેપરમાં એક ચમચી ચાનો પાવડર રાખો અને તેના પર થોડું પાણી છાંટી ટિશ્યૂ પેપરને તડકામાં રાખી દો. જો પેપર પર ચાના નિશાન પડી જાય તો તે નકલી હોઈ શકે છે તેનાથી ઊલટું ચા  અસલી હશે તો ટિશ્યૂ પેપર પર કોઈ નિશાન નહીં પડે. 

પાણી

ચાની ભુક્કી શુદ્ધ છે કે નહીં તે જાણવાનો સૌથી સરળ રસ્તો પાણી છે. એક ગ્લાસમાં પાણી ભરો અને તેમાં એક ચમચી ચાનો પાવડર ઉમેરી દો. જો પાણીનો રંગ તુરંત જ બદલવા લાગે તો સમજી લેજો કે ચાના પાવડરમાં કલર છે. પરંતુ પાણીનો રંગ ધીરે ધીરે બદલે તો સમજી લેજો કે ચાની ભુકી શુદ્ધ છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news