Day Nap: શું તમને પણ દિવસે ઊંઘવાની આદત છે તો ચેતી જજો! દિવસ દરમિયાન સૂવું તમને કરી શકે છે બરબાદ

Sleep During Day Time: દિવસ દરમિયાન સૂવું એ ઘણા લોકો માટે આરામનો સ્ત્રોત છે, પરંતુ ઘણા કિસ્સાઓમાં આમ કરવું શરીર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, તેથી સાવચેત રહેવું જરૂરી છે.

Day Nap: શું તમને પણ દિવસે ઊંઘવાની આદત છે તો ચેતી જજો! દિવસ દરમિયાન સૂવું તમને કરી શકે છે બરબાદ

Day Nap Good Or Bad: સ્વસ્થ જીવન જીવવા માટે સારી ઊંઘ ખૂબ જ જરૂરી છે, મોટાભાગના નિષ્ણાતો માને છે કે વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછા 8 કલાક સૂવું જોઈએ. જો તમે ઓછી ઊંઘ લો, તો માત્ર મોટાપા જ નહીં, પરંતુ શરીરમાં અનેક સમસ્યા આવી શકે છે. ઘણી વખત એવું બને છે કે આપણને રાત્રે પૂરતી ઊંઘ નથી આવતી અને તેની ભરપાઈ કરવા માટે આપણે દિવસ દરમિયાન પણ ઊંઘ લઈએ છીએ, આવું કરવું યોગ્ય છે કે નહીં.

શા માટે દિવસ દરમિયાન ઊંઘ સારી નથી?
આયુર્વેદિક પદ્ધતિ અનુસાર દિવસ દરમિયાન સૂવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવતું નથી, જો કે, થાક, આળસ અને વધુ પડતી મહેનત પછી, આપણે પોતાને રોકી શકતા નથી, પછી બેડ, ખુરશી અથવા સોફા પર આરામથી સૂઈએ છીએ. રિસર્ચમાં સાબિત થયું છે કે દિવસ દરમિયાન સૂવાથી શરીરમાં કફ વધે છે. 10 થી 15 મિનિટની નિદ્રા લેવી ખરાબ નથી, પરંતુ દિવસ દરમિયાન ગાઢ ઊંઘ લેવાથી ખરાબ અસર થઈ શકે છે.

આ લોકો માટે દિવસ દરમિયાન સૂવું છે ખરાબ 
-જો તમારે ફિટ રહેવાની સાથે સાથે તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો દિવસ દરમિયાન ઊંઘ ન લો.
-જે લોકો પેટ અને કમરની ચરબી ઘટાડવાનું વિચારી રહ્યા છે, તેમણે રાત્રે જ સૂવું જોઈએ.
-જે લોકો અતિશય તૈલી, ફ્રાઈડ ફુડ અથવા મેદાની વસ્તુઓ ખાય છે તેઓએ દિવસ દરમિયાન ઊંઘવાનું ટાળવું જોઈએ.
-જે લોકો નિયમિત રીતે કપ વધવાને કારણે પરેશાન રહે છે, તેમણે પણ આ ન કરવું જોઈએ.
-ડાયાબિટીસ, હાઈપોથાઈરોઈડ અને PCOS રોગથી પીડિત લોકોએ પણ દિવસ દરમિયાન ઊંઘ ન લેવી જોઈએ.

આ લોકો દિવસ દરમિયાન સૂઈ શકે છે
-જે લોકો મુસાફરીને કારણે ખૂબ થાકેલા હોય તેમના માટે દિવસ દરમિયાન સૂવું સારું છે.
-જેઓ ખૂબ જ પાતળા અને નબળા છે.
-જો કોઈ ગંભીર બીમારી અથવા સર્જરી પછી ડૉક્ટર તમને દિવસ દરમિયાન આરામ કરવાનું કહે છે, તો ચોક્કસપણે તેનું પાલન કરો.
-ચાઈલ્ડ ડિલિવરી બાદ મહિલાઓને પણ આરામની જરૂર હોય છે, તેમણે દિવસ દરમિયાન પણ સૂવું જોઈએ.
-10 વર્ષથી નીચેના અને 70 વર્ષથી વધુ ઉંમરના લોકો દિવસ દરમિયાન આરામ કરી શકે છે.

(Disclaimer:અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news