Dark Circles: ડાર્ક સર્કલથી કાયમી મુક્તિ અપાવશે આ હોમમેડ માસ્ક, 7 દિવસમાં આંખ નીચેની ડાર્કનેસ થશે દુર
Dark Circles: ડાર્ક સર્કલ છુપાવવા માટે મેકઅપ કામ લાગે છે પરંતુ આ ડાર્ક સર્કલનું કાયમી સમાધાન નથી. જો તમારે ડાર્ક સર્કલનું કાયમી સમાધાન જોઈતું હોય તો આજે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીએ. આ ઘરેલુ ઉપાય કરીને તમે ડાર્ક સર્કલથી કાયમી મુક્તિ મેળવી શકો છો.
Trending Photos
Dark Circles: ખરાબ લાઈફ સ્ટાઈલ અને સ્ટ્રેસના કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ થઈ જાય તે સામાન્ય વાત છે. આજના સમયમાં લોકો ખાવા પીવા માટે પણ સમય કાઢી શકતા નથી તેવામાં ત્વચાની સંભાળનો અભાવ હોવાથી પણ ત્વચા સંબંધીત સમસ્યા વધવા લાગે છે. અપૂરતી ઊંઘ અને સ્ટ્રેસના કારણે આંખની નીચે ડાર્ક સર્કલ ઝડપથી દેખાવા લાગે છે. ડાર્ક સર્કલ છુપાવવા માટે મેકઅપ કામ લાગે છે પરંતુ આ ડાર્ક સર્કલનું કાયમી સમાધાન નથી. જો તમારે ડાર્ક સર્કલનું કાયમી સમાધાન જોઈતું હોય તો આજે તમને કેટલાક ઘરેલુ ઉપાય જણાવીએ. આ ઘરેલુ ઉપાય કરીને તમે ડાર્ક સર્કલથી કાયમી મુક્તિ મેળવી શકો છો. ટૂંકમાં કહીએ તો આ ઘરગથ્થુ ઉપાય ડાર્ક સર્કલની સમસ્યાનો કાયમી ઈલાજ છે.
બદામનું તેલ અને મધ
બદામ વિટામિન ઈથી ભરપૂર હોય છે. બદામના તેલને આંખની આસપાસ લગાડવાથી ફાયદો થાય છે. જો તમે તેમાં મધ ઉમેરો તો તેનાથી ત્વચા રિલેક્સ થાય છે અને ત્વચાને જરૂરી મોઈશ્ચર મળે છે. આ મિશ્રણને આંખની આસપાસ લગાડી પાંચ મિનિટ હળવા હાથે મસાજ કરવી.
ગ્રીન ટી અને એલોવેરા જેલ
ગ્રીન ટીમાં એલોવેરા જેલ મિક્સ કરીને તેને આંખ નીચે લગાડવાથી પણ ડાર્ક સર્કલથી છુટકારો મળે છે. એલોવેરા જેલ સ્કીનની મોઈશ્ચર પુરું પાડે છે અને ગ્રીન ટીના એન્ટીઓક્સિડન્ટ ત્વચાની ગંદકીને સાફ કરે છે. આ મિશ્રણને આંખની આસપાસ લગાડવાથી ફાઈન લાઇન્સ પણ ઓછી થાય છે.
વિટામીન ઈ અને એલોવેરા જેલ
એલોવેરા જેલ અને વિટામિન ઈની કેપ્સ્યુલ પણ સ્કીન કેર માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. આ મિશ્રણને આંખની આસપાસ લગાડવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે અને સ્કીન ટોન સુધરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે