Cracking Knuckles: આંગળીના ટચાકા પાડવાની છે આદત, સામનો કરવો પડી શકે છે આ મુશ્કેલીઓનો
Trending Photos
Cracking Knuckles Side Effects: તમે પણ ઘણીવાર નોટીસ કર્યું હશે કે બેઠા બેઠા ઘણા લોકો આંગળીઓના ટચાકા પાડતા રહે છે. આમ કરવામાં ઘણી મજા આવે છે અને એવું મહેસૂસ થાય છે કે હાથનો થાક ઉતરી ગયો હોય. આપણે દિવસ દરમિયાન કેટલીવાર આંગળીઓના ટચાકા પાડીએ છીએ. આંગળીઓના ટચાકા પાડતી વખતે તેમાંથી અવાજ કેમ આવે છે અને આમ વારંવાર કરવાથી આપણા સ્વાસ્થ્ય પર શું અસર પડે છે, શું તમે ક્યારેય વિચાર્યું છે? આજે અમે તે બધા પ્રશ્નોનો જવાબ આપીશું. આવો જાણીએ.
આ માટે આવે છે અવાજ
તમને જણાવી દઇએ કે બોડીના જોઇન્ટમાં એક Fluid હોય છે, જેને સાઇનોવિયલ ફ્લૂઇડ ( Synovial Fluid)કહે છે. આંગળીઓના ટચાકા પાડતી વખતે આ જોઇન્ટની વચ્ચે Fluid નો ગેસ બહાર નિકળે છે અને તેની અંદરના જે બનેલા બબલ્સ પણ ફૂટવા લાગે છે. તેના લીધે આંગળીઓના ટચકાનો અવાજ આવે છે. તમે હંમેશા જોયું હશે કે ક્યારેય પણ આંગળીઓના ટચાકા બાદ તમે તેને ફરીથી ટચાકા પાડશો તો અવાજ આવશે નહી. તમને ફરીથી અવાજ સાંભળવા માટે ઓછામાં ઓછી 20 મિનિટનો સમય રાહ જોવી પડશે.
આ પણ વાંચો: 'તારક મહેતા' માંથી 'બાપૂજી'એ લીધો બ્રેક, ઇજા કે મેકર્સ સાથે માથાકૂટ; જાણો કારણ
આ પણ વાંચો: મહિલાનું ચપ્પ્લને ભાગી ગયો સાપ, ઇન્ટરનેટ ધૂમ મચાવી રહ્યો છે આ વીડિયો
આ પણ વાંચો: રાત્રે 3 વાગે હોસ્પિટલના ગાર્ડે કરી 'ભૂતિયા દર્દી' ની એન્ટ્રી, CCTV ફૂટેજ થયા વાયરલ
રિસર્ચમાં આવ્યું સામે
એક રિસર્ચ અનુસાર વાંવાર આંગળીઓના ટચાકા પાડવાથી Synovial Fluid ઓછું થવા લાગે છે. આ Fluid ગ્રિસિંગનું કામ કરે છે એટલા માટે જો સંપૂર્ણપણે પુરૂ થઇ જાય તો તેનાથી હાડકાંમાં દુખાવો વધવા લાગે છે.
શું આંગળીઓ ટચાકાથી આર્થરાઇટિસ થાય છે?
કેટલાક લોકો એવું માને છે કે જો આંગળીઓના વારંવાર ટચાકા પાડવામાં આવે તો તેનાથી આર્થરાઇટિસની સમસ્યા થઇ શકે છે. પરંતુ એવું કંઇ નથી, ઘણા ડોક્ટર્સ પણ એવું માને છે કે આંગળીઓના ટચાકાથી અર્થરાઇટિસ થતો નથી. જોકે કેટલાક રિસર્ચમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે તેનાથી સાંધાના દુખાવાની સમસ્યા વધે છે. એટલા માટે તમે જેટલા આંગળીઓના ઓછા ટચાકા પાડશો એટલું તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી)
આ પણ વાંચો: 17 લાખ રૂપિયાવાળી Tata Nexon EV ફક્ત 4.9 લાખમાં પડશે! આટલું મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ
આ પણ વાંચો: બસ 3 દિવસ રાહ જુઓ, આવી રહી છે 300KM ચાલનારી ઇલેક્ટ્રિક બાઇક, 10 હજારમાં થશે બુક
આ પણ વાંચો: Maruti Suzuki એ લોન્ચ કરી સૌથી સસ્તી 7 સીટર કાર, આપશે 27KM ની માઇલેજ, બસ આટલી કિંમત
આ પણ વાંચો: નાકમાં આંગળી આટલા માટે નાખે છે લોકો, રિસર્ચમાં થયા ઘણા ચોંકાવનારા ખુલાસા
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે