ભાણામાં રોટલી પીરસતી વખતે ચોક્કસપણે કરો આ કામ; ઘરમાં સુખ-સમૃદ્ધિનો થશે વાસ, માતા લક્ષ્મી રહેશે પ્રસન્ન
Vastu Tips For Roti: રોટલી બનાવતી વખતે જો કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે તો ઘર હંમેશા ધન ધાન્યથી ભરપૂર રહે છે. જો ઘરમાં રોટલી બનાવતી વખતે અને સર્વ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ત્યાં ધન-સંપત્તિ લખલૂટ રહે છે.
Trending Photos
Vastu Tips to become Rich: દરેક ભારતીયના ઘરમાં રોટલી બનતી હોય છે અને પુષ્કળ પ્રમાણમાં ખવાતી પણ હોય છે. હકીકતમાં રોટલી એ આપણા ભારતીય ભાણાનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. ધર્મ-શાસ્ત્રોમાં પણ રોટલીને ખુબ મહત્વ અપાયું છે. આથી રોટલી બનાવવા માટે લોટ બાંધવાથી માંડીને રોટલી પીરસવાના કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોને અવગણવામાં આવે તો વ્યક્તિએ માતા લક્ષ્મીની નારાજગી ઝેલવી પડી શકે છે. જે તેને ગરીબી અને કષ્ટ આપે છે. આ નિયમોનું પાલન કરવાથી ઘરમાં સુખ અને સમૃદધિ આવે છે. માતા લક્ષ્મીને પ્રસન્ન રાખવા માટે રોટલી સંબંધિત આ નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ.
રોટલી સંબંધિત કેટલીક જરૂરી ટિપ્સ
- વાસ્તુ શાસ્ત્ર મુજબ ક્યારેય પહેલેથી બાંધી રાખેલા લોટની રોટલી બનાવો નહીં. અનેક વખત લોકો આવો વધેલો લોટ ઉપયોગમાં લેતા હોય છે અને તેની રોટલી બનાવતા હોય છે. આમ કરવું જોઈએ નહીં. વાસી રોટલી અને લોટનો સંબંધ રાહુ સાથે છે અને આવી રોટલી ખાવાથી બીમારી આવે છે. જો ક્યારેક વાસી લોટ હોય તો પણ તેની રોટલી બનાવીને એ રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ.
- ધર્મ અને શાસ્ત્રો મુજબ હંમેશા પહેલી રોટલી ગાય માટે અલગ રાખવી જોઈએ, આમ કરવાથી માતા લક્ષ્મી સહિત તમામ દેવી દેવતાઓ કૃપા કરે છે. જે ઘરોમાં પહેલી રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવામાં આવે છે તે ઘર હંમેશા ધન ધાન્યથી ભરપૂર રહે છે.
- રસોડું ઘરના દક્ષિણ-પૂર્વ દિશામાં હોવું જોઈએ. જેથી કરીને રોટલી બનાવતી વખતે તમારું મોઢું પૂર્વ દિશા તરફ હોય. આમ કરવું શુભ ફળ આપે છે.
- રોટલી બનાવતી વખતે ક્યારેય રોટલી તવા (લોઢી) પરથી સીધી થાળીમાં ન રાખવી. સૌથી પહેલા રોટલી કોઈ પ્લેટમાં લેવી અને ત્યારબાદ થાળીમાં પિરસવી.
- શક્ય હોય તો રોટલી બનાવતી વખતે લોટમાં મીઠાની સાથે થોડું ઘી અને થોડી સાકર પણ ભેળવી દો. આમ કરવાથી માતા લક્ષ્મી અને શુક્ર ગ્રહની મહેરબાનીથી ધન, લક્ઝરી, લાઈફ, વૈભવ, ઐશ્વર્ય મળશે.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે