Weight Loss Tips: આ રીતે બનાવેલા ભાત ખાવાથી ઘટશે વજન, 7 દિવસમાં દેખાવા લાગશે અસર
Weight Loss Tips: સફેદ ચોખાનો સમાવેશ ડાયટ ફુડમાં થતો નથી. કારણ કે તે સ્ટાર્ચથી ભરપૂર હોય છે. જ્યારે તમે વજન ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા હોવ છો ત્યારે સ્ટાર્ચ વજન ઘટાડવાની પ્રોસેસને અટકાવે છે. પરંતુ જો તમે સ્ટાર્ચને ભાતમાંથી દુર કરી દો છો તો તેનું સેવન બિંદાસ કરી શકાય છે. વજન ઘટાડવાની પ્રોસેસ દરમિયાન પણ તમારે ભાત ખાવા હોય તો તમે ભાતને આ ત્રણ રીતે બનાવી શકો છો.
Trending Photos
Weight Loss Tips: સફેદ ચોખામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે તેના કારણે એવું માનવામાં આવે છે કે તેનાથી વજન વધે છે. તેથી જ જે લોકો વજન ઘટાડવા ઈચ્છે છે તે ચોખા ખાવાનું ટાળે છે. પરંતુ આમ કરવાની જરૂર હોતી નથી. તમે વજન ઘટાડવા માંગો છો તો પણ ભાત ખાઈ શકો છો. બસ જરૂર છે ભાત બનાવવાની પદ્ધતિ બદલવાની. તમે ભાત રાંધવાની રીતમાં ફેરફાર કરીને વજન ઘટાડી શકો છો.
સફેદ ચોખાનો સમાવેશ ડાયટ ફુડમાં થતો નથી. કારણ કે તે સ્ટાર્ચથી ભરપૂર હોય છે. જ્યારે તમે વજન ઘટાડવા માટે પ્રયત્ન કરી રહ્યા હોવ છો ત્યારે સ્ટાર્ચ વજન ઘટાડવાની પ્રોસેસને અટકાવે છે. પરંતુ જો તમે સ્ટાર્ચને ભાતમાંથી દુર કરી દો છો તો તેનું સેવન બિંદાસ કરી શકાય છે. વજન ઘટાડવાની પ્રોસેસ દરમિયાન પણ તમારે ભાત ખાવા હોય તો તમે ભાતને આ ત્રણ રીતે બનાવી શકો છો.
આ પણ વાંચો:
નાળિયેરના તેલ સાથે કુક કરો
સફેદ ચોખા રાંધતી વખતે તેમાં નાળિયેરનું તેલ ઉમેરી દેવું. આ સિવાય ભાતને રેફ્રિજરેટરમાં રાખવાથી તેની કેલરી ઘટાડી શકાય છે. તેના માટે એક વાસણમાં પાણી ઉકાળો. ત્યારબાદ પાણીમાં નાળિયેરનું તેલ મિક્સ કરો. અડધી વાટકી ચોખા હોય તો એક ચમચી તેલ લેવું. હવે ઉકળતા પાણીમાં ચોખા ઉમેરો અને લગભગ 40 મિનિટ સુધી કુક થવા દો. ત્યારબાદ ચોખાને લગભગ 12 કલાક માટે રેફ્રિજરેટરમાં રાખો અને પછી ઉપયોગમાં લો.
પારબોઇલ્ડ રાઇસ
વજન ઘટાડવા માટે તમે પારબોઇલ્ડ રાઇસનો ઉપયોગ કરી શકો છો. જેમાં ચોખાને પકાવવા માટે પલાળવા, સ્ટીમ આપવી અને પછી ડ્રાય થવા દેવા જેવી પ્રોસેસ થાય છે. જેના કારણે ચોખાના પોષણ મૂલ્ય વધી જાય છે અને સ્ટાર્ચ ઘટી જાય છે.
વધારાના સ્ટાર્ચને કરો દુર
ચોખાના સ્ટાર્ચને ઘટાડવા માટેની આ ત્રીજી રીત છે. તેને પાણીમાં ઉકળ્યા પછી વધારાના પાણીને ગાળી લો. આ રીતે ભાતમાંથી વધારાનો સ્ટાર્ચ દૂર કરવામાં મદદ મળે છે. તેના માટે સૌથી પહેલા ચોખાને ઠંડા પાણીથી સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેને ઉકળતા પાણીમાં ઉકાળો. તેમાં પાણી વધારે હોવું જોઈએ. ત્યારબાદ ખુલ્લા વાસણમાં ચોખાને ઉકાળો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો. ત્યારપછી ચોખાને સ્ટ્રેનરની મદદથી ગાળી લો. ત્યારબાદ ચોખા પર ફરીથી પાણી રેડો જેથી વધારાનો સ્ટાર્ચ પણ નીકળી જાય
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે