Blood Pressure: બ્લડ પ્રેશર અને બ્લડ સુગરને કંટ્રોલમાં રાખશે મૂળાના પરોઠા, ફટાફટ નોંધી લો હેલ્ધી રેસિપી

Blood Pressure:સવારનો નાસ્તો હેલ્ધી હોય તે જરૂરી છે તો આ હેલ્ધી નાસ્તા માટે મૂળાના પરોઠા બેસ્ટ વિકલ્પ છે. તો ચાલો સૌથી પહેલા તમને જણાવીએ કે મૂળાના પરોઠા કેવી રીતે બનાવવા.

Blood Pressure: બ્લડ પ્રેશર અને બ્લડ સુગરને કંટ્રોલમાં રાખશે મૂળાના પરોઠા, ફટાફટ નોંધી લો હેલ્ધી રેસિપી

Blood Pressure: મૂળા એવું શાક છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. મૂળાનો ઉપયોગ સૌથી વધારે સલાડ તરીકે કરવામાં આવે છે. આ સિવાય કેટલાક લોકો મૂળાનું અથાણું પણ બનાવે છે અને પરોઠા પણ બનાવતા હોય છે. મૂળા ખાવા બ્લડપ્રેશરના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. મૂળા કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિનથી ભરપૂર હોય છે. આ સિવાય તેમાં આયર્ન પણ ભરપૂર માત્રામાં હોય છે. મૂળામાં એવા તત્વ હોય છે જે ઘણી બધી બીમારીઓથી તમને બચાવે છે. 

ખાસ કરીને બ્લડપ્રેશરના દર્દીઓ જો સવારે નાસ્તામાં મૂળાના પરોઠા ખાય છે તો તેનાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને ડાયાબિટીસમાં પણ તે ફાયદો કરે છે. સવારનો નાસ્તો હેલ્ધી હોય તે જરૂરી છે તો આ હેલ્ધી નાસ્તા માટે મૂળાના પરોઠા બેસ્ટ વિકલ્પ છે. તો ચાલો સૌથી પહેલા તમને જણાવીએ કે મૂળાના પરોઠા કેવી રીતે બનાવવા.

મૂળાના પરોઠા બનાવવાની સામગ્રી

ઘઉંનો લોટ
તેલ
મૂળા
અજમા
લીલા મરચાં
લાલ મરચું પાવડર
લીલા ધાણા
મીઠું સ્વાદ પ્રમાણે
ગરમ મસાલો

મૂળાના પરોઠા બનાવવાની રીત

- મૂળાના પરોઠા બનાવવા માટે સૌથી પહેલા લોટમાં તેલ અને મીઠું ઉમેરી સોફ્ટ લોટ બાંધી લો. આ લોટને ઢાંકીને દસ મિનિટ સુધી રાખો. 

- હવે મૂળાને ખમણીને ખમણી લો. તેને પાંચ મિનિટ સુધી રેસ્ટ આપો અને પછી મૂળાના છીણને કપડામાં બાંધીને નીચોવી તેની અંદરથી પાણી કાઢી નાખો. 

- હવે આ મૂળાના મિશ્રણને એક બાઉલમાં લઈ તેમાં લીલા મરચા, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, અજમા, મીઠું અને લીલા ધાણા ઉમેરો. બધી જ સામગ્રીને મિક્સ કરી સ્ટફિંગ બનાવી લો. 

- હવે તૈયાર કરેલા લોટમાંથી એક રોટલી બનાવો અને તેમાં આ સ્ટફિંગ ભરી ફરીથી પરોઠું વણી લો. તૈયાર કરેલા પરોઠાને સારી રીતે ઘી લગાડી ગરમ થવા પર શેકી લો. ગરમા ગરમ મૂડીના પરોઠાને તમે ચટણી અથવા તો અચાર સાથે સર્વ કરી શકો છો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news