મહિલાઓમાં કેમ મરી પરવારે છે સેક્સની ઇચ્છા? જાણવા કરો ક્લિક...
મહિલાઓમાં સેક્સ પ્રત્યે ઉદાસીનતાના અનેક કારણ હોઈ શકે છે
Trending Photos
નવી દિલ્હી : મહિલાઓમાં ઘણી વાર સેક્સ પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે. જોકે આ માટે અનેક કારણો જવાબદાર હોઈ શકે છે. હકીકતમાં વધતી ઉંમર અને કેટલાક શારીરિક કારણોસર આવું થઈ શકે શકે છે. સેક્સ પ્રત્યે મહિલાઓની ઉદાસીનતા માટે કેટલાક ખાસ કારણ હોય છે જે નીચે પ્રમાણે છે.
- મહિલા આંતરિક સંબંધોની ખટાશને કારણે પણ સેક્સ પ્રત્યે ઉદાસીન થઈ શકે છે. આ સિવાય પાર્ટનરની સેક્સ સમસ્યા, ભાવનાત્મક સંતુષ્ટિનો અભાવ તેમજ બાળજન્મ જેવા કારણો પણ આવી પરિસ્થિતિ ઉભી કરી શકે છે.
- નોકરીનો તણાવ, સાથીનું દબાણ અને સેક્સ્યુલિટી પર મીડિયા ઇમેજને જેવા પરિબળોને કારણે સેક્સ પ્રત્યે નકારાત્મકતા આવી શકે છે.
- ટેસ્ટોરોનનું સ્તર ઘટવાથી પણ મહિલામાં સેક્સ પ્રત્યે અરૂચિ ઉભી થઈ શકે છે. કોઈપણ મહિલામાં ટેસ્ટોરોનનું સ્તર 20 વર્ષની વયે ચરમસીમા પર હોય છે. આ સ્તર વધતી ઉંમર સાથે ઘટતું જાય છે. મેનોપોઝ સુધી આ ઇચ્છા બહુ ઓછી રહી જાય છે.
- મહિલાઓમાં મેડિકલ સમસ્યાને કારણે પ્રત્યે પણ સેક્સ પ્રત્યે અરૂચિ સર્જાઈ શકે છે. ડિપ્રેશન જવી માનસિક તેમજ દબાણ અને તણાવની સ્થિતિમાં પણ આ ઇચ્છા ધીરેધીરે ઘટતી જાય છે. ફાઇબ્રોઇડ તેમજ થાઇરોઇડ જેવી બીમારીઓમાં સેક્સની ક્ષમતા શારીરિક અને માનસિક રીતે ઘટવા લાગે છે.
- ડિપ્રેશનની સારવાર માટે વપરાતી દવાઓનો વધુ વપરાશ પણ સેક્સની ઇચ્છા ઘટાડે છે.
- મહિલાઓમાં વધતી વય સાથે એન્ડ્રોજનનું સ્તર ઘટવા લાગે છે જેના કારણે સેક્સની ઇચ્છા પણ ઘટતી જાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે