Basant Panchmi વસંત પંચમી પર કેસરી નાળિયેરની બરફીથી કરો મોઢુ મીઠુ

બરફી અને લાડુ, બંને મીઠી વાનગીઓ નારિયેળમાંથી બનાવવામાં આવે છે. જોકે નાળિયેર બરફીની વાત અલગ છે. લોકો તેને કેસરથી પણ બનાવવાનું પસંદ કરે છે, જેનો સ્વાદ ખરેખર સારો હોય છે. એકવાર તમે તેને ચાખી લો,

Basant Panchmi વસંત પંચમી પર કેસરી નાળિયેરની બરફીથી કરો મોઢુ મીઠુ

Nariyal Barfi Recipe: બરફી અને લાડુ, બંને મીઠી વાનગીઓ નારિયેળમાંથી બનાવવામાં આવે છે. જોકે નાળિયેર બરફીની વાત અલગ છે. લોકો તેને કેસરથી પણ બનાવવાનું પસંદ કરે છે, જેનો સ્વાદ ખરેખર સારો હોય છે. એકવાર તમે તેને ચાખી લો,  ચોક્કસ તમારો ફેવરિટ બની જશે. તો ચાલો જાણીએ કેસર સાથે સ્વાદિષ્ટ નાળિયેર બરફી કેવી રીતે બનાવવી.

આ પણ વાંચો: ફાયદા જાણશો તો વાસી રોટલી ફેંકવાનો જીવ નહી ચાલે, પાડોશી પાસેથી માંગીને પણ લાવશો
આ પણ વાંચો: Eating Habits:રોટલી છે રોગનું ઘર, વધારે રોટલી ખાવાથી શરીરમાં બને છે ઝેર
આ પણ વાંચો: કયા અનાજનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, કંફ્યૂજન હોય તો આ વાંચી લો
આ પણ વાંચો: આ લોટની રોટલી ખાવાથી ડાયબિટીસની બીમારી જડમૂળથી થઈ શકે છે દૂર, એકદમ સચોટ છે ઉપાય

Coconut Barfi Ingredients: સામગ્રી

• 2 કપ તાજુ છીણેલું નારિયેળ
• 1 ચમચી ઘી
• 1½ કપ ખાંડ
• 1 કપ દૂધ
• એક ચપટી કેસર
• 3-4 લીલી એલચીના દાણા
• સમારેલા પિસ્તા

નારિયેળની બર્ફી બનાવવાની વિધિ
કોકોનટ બર્ફી બનાવવા માટે, સૌ પ્રથમ, આપણે ગેસ પર એક પેન મૂકીશું અને સામગ્રી અનુસાર ખાંડ ઉમેરીશું. થોડીક સેકંડ પછી તેમાં દૂધ ઉમેરો અને મિક્સ કરો. જ્યારે ખાંડ દૂધમાં સારી રીતે ઓગળી જાય ત્યારે તેમાં કેસર ઉમેરો. ત્યાર બાદ એલચીનો ભૂકો કરી તેમાં છીણેલું નારિયેળ ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. તેને સતત હલાવતા રહો. ધ્યાન રાખો કે દૂધ નીચે ના લાગે.

ધીમે ધીમે તમે જોશો કે મિશ્રણ ઘટ્ટ થતું જશે. આ સમયે, ધ્યાન રાખો કે તે સંપૂર્ણપણે સૂકું ન હોવું જોઈએ અને તે ખૂબ ભીનું પણ ના હોવું જોઈએ. જ્યારે બરફી માટે મિશ્રણ તૈયાર થઈ જાય, ગેસની આંચ ઓછી કરો અને વધુ 2 મિનિટ પકવો. હવે ગેસ બંધ કરી દો.

બરફી માટે મિશ્રણ સારી રીતે તૈયાર છે કે નહીં તે તપાસવા માટે, તમારા હાથથી તવામાંથી 1 ચમચી મિશ્રણને રોલ કરો. જો પરફેક્ટ રોલ બની રહ્યો હોય તો મિશ્રણ તૈયાર છે, જો મિશ્રણ વેરવિખેર થતું હોય તો તેને થોડીવાર પકવો.

હવે ગેસ બંધ કરી દો. પરંતુ તેને સતત હલાવતા રહો કારણ કે તપેલીની ગરમીના કારણે તે નીચે લાગી શકે છે. આ મિશ્રણ પર એલચી નાખીને પ્લેટમાં કાઢો.  હવે બરફીને ઠંડી થવા દો. આ પછી ચપ્પાની મદદથી કાપો અને જ્યાફત માણો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news