Nail Art: 3000 વર્ષ જૂની છે નેલ આર્ટ સ્ટાઇલ, જાણો સૌથી પહેલા કોણે કરી નેલ આર્ટની શરૂઆત
Nail Art Style: યુવતીઓ માટે લગ્ન પ્રસંગ કે ખાસ દિવસે તૈયાર થવા માટે જેટલા જરૂરી મેકઅપ, હેરસ્ટાઈલ, કપડા હોય છે એટલું જ જરૂરી પ્રસંગને અનુરુપ નેલઆર્ટ છે. જોકે મોટાભાગના લોકો એ વાતથી અજાણ હશે કે નેલ આર્ટનો ઇતિહાસ 3000 વર્ષ જૂનો છે.
Trending Photos
Nail Art Style: છેલ્લા કેટલાક સમયથી નેલ આર્ટ ખૂબ જ ટ્રેન્ડમાં છે. વર્તમાન સમયમાં યુવતીઓના બ્યુટી રુટીનમાં નેલ આર્ટ ખાસ સ્થાન ધરાવે છે. યુવતીઓ માટે લગ્ન પ્રસંગ કે ખાસ દિવસે તૈયાર થવા માટે જેટલા જરૂરી મેકઅપ, હેરસ્ટાઈલ, કપડા હોય છે એટલું જ જરૂરી પ્રસંગને અનુરુપ નેલઆર્ટ છે. જોકે મોટાભાગના લોકો એ વાતથી અજાણ હશે કે નેલ આર્ટનો ઇતિહાસ 3000 વર્ષ જૂનો છે. તેની શરૂઆત મિસ્ત્રની રાણી નેફર્ટિટી અને ક્લિયોપેટ્રાએ કરી હતી. વર્ષો પહેલા નેલ આર્ટ મહેંદી અને અન્ય કેટલાક છોડના અર્ક સાથે કરવામાં આવતા હતા. તે સમયે મહેંદી છોડના અર્ક અને પ્રાકૃતિક તેલની મદદથી નખ ને શણગારવામાં આવતા હતા. કારણ કે લાંબા નખ તે સમયે ધનવાન લોકોની નિશાની ગણાતા.
નેલ પોલીસ અને નેલ આર્ટનો ઇતિહાસ ખૂબ જ લાંબો અને ઉતાર ચડાવતી ભરેલો છે. ઈસાથી 3000 વર્ષ પહેલાં ચીનીઓએ પોતાની આંગળીઓ પર એનેમલનો ઉપયોગ કર્યો હતો. તેને લગાડીને થોડી કલાક રાખી મૂકવાથી નખ પર ગુલાબી ચમક દેખાવા લાગી, ત્યારથી નેલ આર્ટની શરૂઆત થઈ. ભારતીયો આ સમયમાં મહેંદીના છોડથી બનતા કલરથી નખની કલાકારી કરતા હતા.
નેલ આર્ટની જનની આમ તો ઇંકા સભ્યતા છે. આ સભ્યતામાં લોકો પોતાની આંગળીના નખ ઉપર સમડી ના ચિત્ર દોરવતા હતા. સાથે જ દેવતાઓના પવિત્ર પ્રતીક પણ સફેદ રંગના બેઝ ઉપર દોરાવતા હતા. સમડી યુદ્ધના સમયે શક્તિનું પ્રતિક ગણાતું હતું તેથી તેને લાલ રંગથી બનાવવામાં આવતી.
ત્યાર પછી 1920 અને 1930 ના દશકમાં જાણીતી બ્રાન્ડ ક્યુટેક્સ અને રેવલોને એક રિવોલ્યુશન શરૂ કર્યું. અને સાથે જ ગુલાબી તેમજ સુપર હાઈલ રેડ શેડ લોન્ચ થયા. ત્યાર પછી 1960 ના દાયકામાં ફેશન અને સૌંદર્ય ઉદ્યોગમાં મોટા ફેરફાર જોવા મળ્યા. 70 ના દાયકામાં ચેર રોકિંગ સ્ક્વાયર ટિપ્ડ નેલ્સ અને ફ્રેંચ મેનીક્યોરે ગાયકોની સાથે કલાકારોને આકર્ષિત કર્યા.
નખની ડિઝાઇન અને નેલ આર્ટના મોર્ડનાઈઝેશનની શરૂઆત 19 મી સદીમાં સૌથી વધુ થઈ. યુરોપમાં ઓરેન્જ સ્ટિંક તૈયાર કરવામાં આવી હતી. તેના કારણે લોકોની રુચિ નેલ પેન્ટ તરફ ઝડપથી વધી. 1830 આસપાસ મોર્ડન મેનીક્યોરની શરૂઆત થઈ અને તેની લોકપ્રિયતા વધતા બિઝનેસનો પણ વધારો થયો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે