Milk Purity test: ઘરે બેઠા આ સરળ રીતે ચેક કરો દૂધની શુદ્ધતા, મિનિટોમાં ખબર પડી જશે દુધ અસલી છે કે નકલી
Milk Purity test: દૂધ એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક ઘરમાં રોજ થાય છે. આ દૂધ જો ભેળસેળવાળું હોય તો સ્વાસ્થ્ય સુધરવાને બદલે બગડી પણ શકે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય કે ઘરે આવતું દૂધ પ્યોર છે કે નહીં તે કેવી રીતે જાણવું? આજે તમને કેટલીક સામાન્ય ટીપ્સ જણાવીએ જેની મદદથી તમે જાણી શકો છો કે તમારા ઘરે આવતું દૂધ પ્યોર છે કે નહીં.
Trending Photos
Milk Purity test: દૂધમાં ભેળસેળ થવી સામાન્ય વાત થઈ ગઈ છે. દૂધમાંથી નફો કમાવવા માટે પાણી ઉમેરવામાં આવે તે વાત નોર્મલ છે પરંતુ કેટલાક લાલચી લોકો દૂધમાં કેમિકલ યુક્ત વસ્તુઓ અને યુરિયાનો ઉપયોગ કરે છે. આ વસ્તુઓ વાળું દૂધ પીવાથી સ્વાસ્થ્યને ભયંકર નુકસાન થાય છે. દૂધ એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક ઘરમાં રોજ થાય છે. નાના બાળકોથી લઈને વડીલોને દૂધ પીવડાવવામાં આવે છે જેથી તેમનું સ્વાસ્થ્ય સારું રહે. પરંતુ આ દૂધ જો ભેળસેળવાળું હોય તો સ્વાસ્થ્ય સુધરવાને બદલે બગડી પણ શકે છે. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય કે ઘરે આવતું દૂધ પ્યોર છે કે નહીં તે કેવી રીતે જાણવું? આજે તમને કેટલીક સામાન્ય ટીપ્સ જણાવીએ જેની મદદથી તમે જાણી શકો છો કે તમારા ઘરે આવતું દૂધ પ્યોર છે કે નહીં.
દૂધની શુદ્ધતા ચકાસવાની રીત
દૂધમાં સિન્થેટિક મિલાવટ છે કે નહીં તે જાણવું હોય તો તેની સુગંધથી જાણી શકાય છે. દૂધ આવે ત્યારે તેની સુગંધ લેવી. જો તેમાંથી સાબુ જેવી ગંધ આવતી હોય તો તે સિન્થેટિક દૂધ હશે. શુદ્ધ દૂધમાં ક્યારેય સાબુ જેવી ગંધ આવતી નથી. આ સિવાય એક વાટકીમાં થોડું દૂધ લઈ તેમાં હળદર મિક્સ કરો. જો હળદર તુરંત જ ઘટ્ટ ન થાય અને પાણી જેવું જ દૂધ રહે તો સમજી લેજો કે દૂધમાં મિલાવટ છે.
દૂધમાં પાણી
ઘણા લોકોને શંકા હોય છે કે દૂધમાં પાણી વધારે મિક્સ કરેલું છે. આશંકા ને દૂર કરવી હોય તો દૂધના થોડા ટીપા પથ્થર કે ચીકણી લાકડાની સપાટી પર નાખો. જો દૂધના કારણે તેના પર સફેદ ડાઘ પડી જાય તો દૂધ શુદ્ધ હશે પરંતુ જો દૂધમાં પાણી વધારે હશે તો દૂધમાં કોઈ નિશાન નહીં બને અને સુકાઈ જશે.
દૂધમાં ડિટરજન્ટ
ઘણા લોકો દૂધમાં ડિટર્જન્ટ પણ મિક્સ કરતા હોય છે. દૂધમાં ડિટર્જન્ટ છે કે નહીં તે ચેક કરવું હોય તો સૌથી પહેલા સમાન માત્રામાં દૂધ અને પાણી લેવું. બંને વસ્તુને એક પાત્રમાં ભરો અને થોડીવાર હલાવો. જો દૂધમાં ફીણા વધારે બનવા લાગે તો સમજી લેજો કે દૂધમાં ડિટરજન્ટ મિક્સ કરેલો છે.
દૂધમાં યુરિયા
દૂધને ઘટ્ટ બનાવવા માટે લોકો યુરિયા ઉમેરતા હોય છે. તમારા ઘરે આવતું દૂધ શુદ્ધ છે કે નહીં તે ચેક કરવું હોય તો એક ચમચી દૂધને ટેસ્ટ ટ્યુબમાં રાખો. ત્યાર પછી તેમાં સોયાબીન નો પાવડર મિક્સ કરો. તેને સારી રીતે હલાવી અને તેમાં લાલ લિટમસ પેપર ઉમેરો. અડધી મિનિટ પછી જુઓ જો પેપરનો રંગ લાલમાંથી બ્લુ થઈ ગયો હોય તો દૂધમાં યુરિયા મિક્સ કરેલું હશે.
દૂધમાં સ્ટાર્ચ
બજારમાં મળતા દૂધમાં સ્ટાર્ચનો ઉપયોગ પણ કરવામાં આવે છે. દૂધમાં સ્ટાર્ચ છે કે નહીં તે જાણવું હોય તો લોડીન સોલ્યુશન દૂધમાં ઉમેરો. જો દૂધનો રંગ બ્લુ થઈ જાય તો સમજી લેજો કે દૂધમાં સ્ટાર્ચ છે તો દૂધ શુદ્ધ હશે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે