Yellow teeth: 1 ચમચી દહીં પીળા દાંતને કરી દેશે મોતી જેવા સફેદ, જાણો ઉપયોગ કરવાની રીત

Yellow teeth: દાંત પીળા થઈ જાય તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. કારણ કોઈપણ હોય જો એકવાર દાંત પીળા પડી જાય તો પછી બધા સામે ખુલીને હસવામાં અને બોલવામાં પણ સંકોચ થાય છે.

Yellow teeth: 1 ચમચી દહીં પીળા દાંતને કરી દેશે મોતી જેવા સફેદ, જાણો ઉપયોગ કરવાની રીત

Yellow teeth: મોતી જેવા સફેદ દાંત પર ધીરેધીરે પીળી પરત જામવા લાગે છે. દાંત પીળા થઈ જાય તેની પાછળ ઘણા કારણો જવાબદાર હોય છે. કારણ કોઈપણ હોય જો એકવાર દાંત પીળા પડી જાય તો પછી બધા સામે ખુલીને હસવામાં અને બોલવામાં પણ સંકોચ થાય છે. ઘણા લોકો તો દિવસમાં 2 વાર બ્રશ પણ કરે છે છતા દાંતની પીળાશ દુર થતી નથી. દાંતને મોતી જેવા સફેદ કરવા હોય તો કેટલાક ઘરેલુ ઉપાય કરવા જોઈએ.

દાંતની ઉપરનું પડ જો પીળું પડી ગયું હોય તો તેની પાછળ વ્યસન પણ જવાબદાર હોય શકે છે. આ સિવાય ચા-કોફી પીવાની આદતના કારણે પણ દાંત પીળા પડવા લાગે છે. આ કારણે પીળા પડેલા દાંતને 2 વસ્તુના ઉપયોગથી મોતી જેવા સફેદ કરી શકાય છે. 

પીળા દાંતને મોતી જેવા સફેદ કરવાના ઘરેલુ ઉપાય

પીળા દાંતને મોતી જેવા સફેદ કરવા હોય તો સૌથી જૂનો અને અજમાવેલો નુસખો ટ્રાય કરી શકાય છે. જેમાં મુલેઠી અને દહીંનો ઉપયોગ કરવાનો છે. આ બંને વસ્તુ દાંત માટે ફાયદાકારક છે. મુલેઠીમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જે સોજો દુર કરે છે અને પેઢાને હેલ્ધી બનાવે છે. 

મુલેઠીનો પાવડર પેઢાના સોજાને પણ ઉતારે છે અને દાંતનો દુખાવો પણ દુર કરે છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે દાંતને સફેદ બનાવે છે. તો ચાલો તમને જણાવીએ દાંત પર મુલેઠી અને દહીંનો ઉપયોગ કેવી રીતે કરવો. 

આ રીતે કરો દહીં અને મુલેઠીનો ઉપયોગ

અડધી ચમચી મુલેઠી પાવડર લેવો અને તેમાં 2 ચમચી દહીં ઉમેરો. આ મિશ્રણને દાંત પર લગાવો અને 5 માટે રહેવા દો. ત્યારબાદ હળવા હાથે દાંત પર બ્રશ ફેરવો અને દાંત સાફ કરો. ત્યારબાદ પાણીથી કોગળા કરી લો. થોડા દિવસ આ વસ્તુઓનો ઉપયોગ કરશો એટલે દાંત સફેદ થઈ જાશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news