ઘરે પરફેક્ટ માપ સાથે બનાવો ચુરમાના લાડુ, હનુમાન જયંતિ પર કષ્ટભંજન દેવને ધરાવો લાડુનો ભોગ

Churma Laddu Recipe: ચુરમાના લાડુ બનાવતી વખતે ખાસ કાળજી રાખવી પડે છે. જો પરફેક્ટ માપ અને રીત અનુસાર લાડુ ન બનાવવામાં આવે તો લાડુ જોઈએ તેવા સોફ્ટ અને સ્વાદિષ્ટ બનતા નથી. તેથી જરુરી છે કે લાડુ પરફેક્ટ માપ અને પદ્ધતિ અનુસાર બનાવવામાં આવે.

ઘરે પરફેક્ટ માપ સાથે બનાવો ચુરમાના લાડુ, હનુમાન જયંતિ પર કષ્ટભંજન દેવને ધરાવો લાડુનો ભોગ

Churma Laddu Recipe: હનુમાન જયંતિ પર હનુમાનજીની પૂજા કરવાની સાથે હનુમાન ભક્તો તેમને ચુરમાના લાડુનો ભોગ પણ ધરાવે છે. આજે તમને ઘરે પરફેક્ટ માપ સાથે લાડુ કેવી રીતે બનાવવા તેની રીત જણાવીએ. આ રીતે લાડુ બનાવશો તો એકદમ સ્વાદિષ્ટ બનશે. 

આ પણ વાંચો:

લાડુ બનાવવાની સામગ્રી

ભાખરીનો લોટ - 4 કપ
ઘી - 2 કપ
ગોળ - 4 કપ
કાજુ, બદામના ટુકડા અને કિશમિશ - અડધી વાટકી
ખસખસ
તળવા માટે ઘી અથવા તેલ

રીત

સૌથી પહેલા એક મોટા વાસણમાં લોટમાં ઘી ઉમેરી તેને બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં થોડું થોડું ગરમ પાણી ઉમેરી કઠણ કણક બાંધવી. તેને દસ મિનિટ માટે ભીનું કપડું ઢાંકીને અલગથી રાખો. દસ મિનિટ પછી તેમાંથી નાની નાની બાટી તૈયાર કરી લેવી. 

ત્યાર પછી આ બાટીને ઘી અથવા તેલમાં ધીમા તાપે તળી લેવી. ગેસની ફ્લેમ સ્લો રાખવી જેથી બાટી અંદરથી પણ બરાબર તળાઈ જાય. બાટીને તળ્યા પછી ઠંડી થાય એટલે તેના ટુકડા કરી અને મિક્સરમાં પીસી લો. મિક્સરમાં પીસ્યા પછી જે ચૂરમું તૈયાર થાય તેમાં કાજુ બદામના ટુકડા અને કિસમિસ ઉમેરી બરાબર મિક્સ કરો. 

ત્યાર પછી એક પેનમાં થોડું ઘી ગરમ કરી તેમાં ગોળની પાઈ તૈયાર કરો. ગોળ બરાબર ઓગળી જાય પછી તૈયાર કરેલા લોટમાં તેને ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. લોટમાં ગોળ મિક્સ કર્યા પછી એક ચમચી ઘી ઉમેરી તેમાંથી લાડુ તૈયાર કરી લો. બધા જ લાડુ તૈયાર થઈ જાય પછી તેની ઉપર ખસખસ લગાડો. તૈયાર થઈ જશે તમારા ભોગમાં ધરવા માટેના ચુરમાના લાડુ.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news