આ રીતે ઘરે બનાવો Turmeric Cleanser, ચહેરા પરના ડાઘ થશે દુર અને વધશે રોનક

Home Made Turmeric Cleanser: હળદરમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે જે ત્વચા માટે પરફેક્ટ ગણાય છે. તમે ડેઇલી સ્કીન કેર રુટીનમાં પણ હળદરનો ઉપયોગ કરી શકો છો. આમ તો હળદરને તમે અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકો છો પરંતુ આજે તમને જણાવીએ Turmeric Cleanser બનાવવાની રીત.

આ રીતે ઘરે બનાવો Turmeric Cleanser, ચહેરા પરના ડાઘ થશે દુર અને વધશે રોનક

Home Made Turmeric Cleanser: હળદર માત્ર એક મસાલો નહીં પરંતુ ઔષધી પણ છે. હળદરનો ઉપયોગ સ્વાસ્થ્યથી લઈને સ્કીન કેરમાં પણ કરી શકાય છે. હળદરમાં એન્ટી બેકટેરિયલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે જે ત્વચા માટે પરફેક્ટ ગણાય છે. તમે ડેઇલી સ્કીન કેર રુટીનમાં પણ હળદરનો ઉપયોગ કરી શકો છો. આમ તો હળદરને તમે અલગ અલગ રીતે ઉપયોગમાં લઈ શકો છો પરંતુ આજે તમને જણાવીએ હળદરથી ક્લિનઝર બનાવવાની રીત. હળદરને તમે આ રીતે ઉપયોગમાં લેશો તો તે તમારા માટે બેસ્ટ ક્લીનઝર સાબિત થશે. તેનાથી તમારી ત્વચા પર રહેલા ડાઘ ધબ્બા દૂર થશે અને ત્વચા પર ગ્લો આવશે. 

આ પણ વાંચો:

હળદર અને દૂધ

ત્રણ ચમચી કાચા દૂધમાં એક ચપટી હળદર ઉમેરી તેને ચહેરા પર હળવા હાથે લગાડો. તેને દસ મિનિટ માટે ચહેરા પર લગાવી રાખો અને પછી હુંફાળા પાણીથી સાફ કરો.

હળદર અને દહીં

હળદર અને દહીંનું કોમ્બિનેશન પણ ત્વચાની અશુદ્ધિઓ દૂર કરવા માટે ખૂબ જ સારું છે. તેના માટે એક વાટકીમાં અડધી ચમચી હળદર લેવી અને બે ચમચી દહીં. બંને વસ્તુને બરાબર મિક્સ કરીને ત્વચા પર લગાડો અને પાંચ મિનિટ તેને રહેવા દો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરીને તેને સાફ કરો. તેનાથી ડેડ સ્કિન સેલ્સ દૂર થાય છે.

એલોવેરા અને હળદર

એક ચમચી એલોવેરા જેલમાં એક ચમચી હળદર ઉમેરીને ક્લિનઝર તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાડવી પાંચ મિનિટમાં મસાજ કરો અને દસ મિનિટ પછી પાણીથી તેને સાફ કરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news