Fatty Liver Diet: લીવરમાં લોચા હોય તો શું ખાવું અને શું ન ખાવું? જાણો કઈ રીતે દૂર થશે લીવરનું દુઃખ

Fatty Liver Diet: લીવરમાં વધુ પડતી ચરબી જમા થવાને કારણે ફેટી લિવરની સમસ્યાનો સામનો કરવો પડે છે. ફેટી લીવરને કારણે આપણું લીવર જોઈએ તે રીતે કામ કરી શકતું નથી. ફેટી લિવરના 2 પ્રકાર છે. 

Fatty Liver Diet: લીવરમાં લોચા હોય તો શું ખાવું અને શું ન ખાવું? જાણો કઈ રીતે દૂર થશે લીવરનું દુઃખ

Fatty Liver Diet: લીવરની સમસ્યા મોટાભાગે તમારી જીવનશૈલી તમારી લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી છે. તમે શું કામ કરો છો, તમે કેવા પ્રકારનું કામ કરો છો, તમે શું જમો છો, કમે કેટલાં વાગે જમો છો આવા દરેક સવાલોના જવાબમાં લીવરની સમસ્યાનું મૂળ છુપાયેલું હોય છે. લીવરની સમસ્યા મુખ્યત્વે બે પ્રકારે થઈ શકે છે. લીવરની સાઈજ વધી જાય તો તેના કારણે બધી સમસ્યા થાય છે જેને ફેટી લીવર કહેવામાં આવે છે. પણ બે પ્રકારના ફેટી લીવર હોય છે એક નોર્મલ એટલેકે, નોન આલ્કોહોલિક ફેટી લીવર અને બીજી આલ્કોહોલિક ફેટી લીવર.

લીવર આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ અંગ છે. લીવર ફેલ થવાને કારણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. લીવરમાં નુકસાન થવા પાછળ તમારી જીવનશૈલી અને આહાર જવાબદાર હોય છે. તો જો તમે પણ ફેટી લિવરની સમસ્યાથી પરેશાન છો તો ચાલો જાણીએ શું ખાવું અને શું ન કરવું. લિવરમાં વધુ પડતી ચરબી જમા થવાને કારણે ફેટી લિવરની સમસ્યાનો સામનો કરવો પડે છે. ફેટી લીવરને કારણે આપણું લીવર જોઈએ તે રીતે કામ કરી શકતું નથી. 

નોન-આલ્કોહોલિક ફેટી લીવરની સમસ્યા મોટાભાગે એવા લોકોને થાય છે જેઓ મેદસ્વી છે અથવા જેમની જીવનશૈલી ખૂબ જ ખરાબ છે. બિનઆરોગ્યપ્રદ વસ્તુઓ ખાવાથી ફેટી લીવરની સમસ્યાનો સામનો કરવો પડે છે. ફેટી લિવરની સમસ્યાથી છુટકારો મેળવવામાં આહાર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લીવર આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જે આપણા લોહીમાં રસાયણોની માત્રાને સંતુલિત કરે છે. લીવર પિત્તનો રસ પણ ઉત્પન્ન કરે છે. જે લીવરમાં રહેલાં ખરાબ પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ સિવાય તે આપણા શરીર માટે પ્રોટીન બનાવવા, આયર્નનો સંગ્રહ કરવા અને પોષક તત્વોને ઉર્જામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે.

ફેટી લીવરની સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે જરૂરી છે કે, તમે ઓછી ચરબી અને વધુ ફાઈબર અને પ્રોટીન ધરાવતી વસ્તુઓનું સેવન કરો. આલ્કોહોલનું વધુ સેવન કરવાથી ફેટી લિવરની સમસ્યા પણ વધી જાય છે. આજે અમે તમને એવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને ખાવાથી વ્યક્તિ ફેટી લિવરની સમસ્યાથી છુટકારો મેળવી શકે છે. આવો જાણીએ આ વસ્તુઓ વિશે-

લીવર હેલ્થને બુસ્ટ કરવા માટે આ વસ્તુઓ ખાવઃ

ઓટ્સ- 
ઓટ્સમાં ડાયેટરી ફાઈબર જોવા મળે છે. આ ખાવાથી લાંબા સમય સુધી પેટ ભરેલું રહે છે. તેમાં ઓછી ચરબી અને ફાઈબરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આ ખાવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે.

એવોકાડો- 
એવોકાડોમાં અનસેચુરેટેડ ચરબી જોવા મળે છે. આ ઉપરાંત તે ઓમેગા-3 ફેટી એસિડનો ખૂબ સારો સ્ત્રોત પણ માનવામાં આવે છે. આને ખાવાથી ફેટી લીવરની સમસ્યાથી છુટકારો મળે છે અને તે ડેમેજ થયેલ લીવરને પણ રીપેર કરે છે.

ટોફુ- 
ટોફુ સોયામાંથી બનાવવામાં આવે છે. તેથી તે લીવર માટે સારું છે. તે લીવરમાં ચરબી ઘટાડવામાં મદદ કરે છે. પ્રોટીનનો સારો વિકલ્પ અને લીવર માટે ખૂબ જ સારું છે. કેટલાક સોયા ખાદ્યપદાર્થોમાં કઠોળ, સોયાબીન સ્પ્રાઉટ્સ અને સોયા નટ્સનો સમાવેશ થાય છે.

ફળો- 
ઓછી માત્રામાં ફળો પણ લીવરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નારંગી અને દ્રાક્ષ જેવા ખાટાં ફળો લીવર માટે વધુ સારા છે. નારંગીમાં રહેલું વિટામિન-સી લીવરમાં ફેટને રોકવામાં મદદ કરે છે. દ્રાક્ષમાં હાજર એન્ટીઓક્સીડેન્ટ્સ લીવરને પણ સુરક્ષિત કરે છે. આ એન્ટીઓક્સીડેન્ટ લીવરને નુકસાનથી બચાવે છે. એ જ રીતે બ્લુબેરીનો અર્ક અને દ્રાક્ષના બીજનો અર્ક યકૃતના કેન્સરના કોષોના વિકાસને ધીમું કરે છે.

શાકભાજી- 
આહારમાં પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ ક્રોનિક રોગોને રોકવામાં અને માનસિક સ્વાસ્થ્યને સુધારવામાં મદદ કરી શકે છે. તે લીવર માટે સારું છે. તેમાં બ્રોકોલી, કોબીજ, બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ, પાલક જેવા શાકભાજીનો સમાવેશ થાય છે.

લસણ- 
લસણ ફેટી લિવરની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ખૂબ જ ફાયદાકારક છે. આ સિવાય વજન ઘટાડવા માટે પણ લસણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news