કેમ પુરુષો કરતા મહિલાઓનું મગજ હોય છે વધારે તેજ? કેમ દરેક ફિલ્ડમાં મહિલાઓ મારે છે બાજી?
Brain Doctor: સ્ત્રીઓનું મગજ તેજ હોય છે કે પુરુષોનું? રિસર્ચમાં થયો મોટો ખુલાસો..તમે પણ જાણી લોસંશોધનના આધારે, ડોકટરે તાજેતરમાં આ ટિપ્પણી કરી છે. આ ડૉક્ટર મગજના ખૂબ જાણીતા ડૉક્ટર છે. જોકે અગાઉ પણ મગજને લઈને ઘણાં સંશોધનો થઈ ચૂક્યા છે. પરંતુ આ વખતે તેઓએ એક વાત ઉમેરી છે કે મહિલાઓનું મન વધુ વ્યસ્ત અને સ્વસ્થ હોય છે.
Trending Photos
નવી દિલ્હીઃ શરીરના દરેક અંગની પોતાની સુંદરતા હોય છે અને તેનું કોઈને કોઈ વિશેષ કામ હોય છે. પરંતુ શરીરના દરેક અંગને સ્વસ્થ રાખવાની જવાબદારી મનુષ્યની જ હોય છે. શું તમે જાણો છો કે મનુષ્યના મગજ એટલે કે બ્રેનને પણ સ્વસ્થ રાખવા માટે ઘણા ઉપાય કરવામાં આવે છે. હાલમાં બ્રેનના એક ખુબ મોટા ડોક્ટરે મગજ પર કેટલીક ટિપ્પણીઓ કરી છે.
ચિંતા કરવી મુખ્ય કારણ?
હકીકતમાં આંતરરાષ્ટ્રીય મીડિયા રિપોર્ટ પ્રમાણે હાલમાં ડોક્ટરે મહિલાઓ અને પુરૂષોના મગજમાં અંતર દર્શાવતા કહ્યું કે મહિલાઓનું મગજ પુરૂષોના મગજથી વધુ સ્વસ્થ હોય છે. તેનું કારણ પણ તેમણે જણાવ્યું છે. તેમણે કહ્યું કે પુરૂષો મહિલાઓની અપેક્ષાએ વધુ ચિંતા કરે છે.
વધુ વ્યસ્ત અને વધુ સ્વસ્થ-
જો કે આ સિવાય પણ તેણે બીજી ઘણી વાતો કહી છે. આ ડોક્ટરનું નામ છે ડો.ડેનિયલ અમીન છે. તેઓએ બે લાખથી વધુ સ્પેક્ટ્રમનો અભ્યાસ કર્યો છે અને તેમને જાણવા મળ્યું છે કે મહિલાઓનું મગજ વધુ વ્યસ્ત અને સ્વસ્થ હોય છે. જો કે, વધતી જતી પ્રવૃત્તિને કારણે તે ઘણી વખત ડિપ્રેશનનો શિકાર પણ બને છે.
તેણે આ સાથે એમ પણ ઉમેર્યું કે તમારા મગજમાં રોજેરોજ અનેક પ્રકારના ફેરફારો થતા રહે છે. એટલા માટે મગજને પણ આરામની જરૂર છે અને તેને સ્વસ્થ રાખવાની જરૂર છે. મગજ શરીરનું મુખ્ય કેન્દ્ર છે અને તેના પર આધારિત નર્વસ સિસ્ટમ વ્યક્તિની વિચારસરણી પર કામ કરે છે. એટલા માટે મગજને શાંત રાખવું જરૂરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે