Tea Stains: કપડા પર પડી ગઈ ચા ? તો ચિંતા ન કરો આ ટીપ્સની મદદથી 10 મિનિટમાં દુર કરો ચાના જીદ્દી ડાઘ
Tea Stains Cleaning: દરેક ઘરમાં સવારની શરૂઆત અને સાંજ ચાની ચૂસકી સાથે જ થાય છે. ચા પીવાનું આ શોખ ઘણી વખત મુસીબત પણ બની જાય છે. આવું ત્યારે થાય છે જ્યારે ચા પીરસતી વખતે અથવા તો પીતી વખતે કપડા પર ઢોળાઈ જાય. જ્યારે ચા કપડાં પર ઢોળાઈ જાય છે તો તેના ડાઘ નીકળતા નથી.
Trending Photos
Tea Stains Cleaning: ભારતમાં ચાન શોખીનોની સંખ્યા કરોડોમાં હશે. અહીં દરેક ઘરમાં સવારની શરૂઆત અને સાંજ ચાની ચૂસકી સાથે જ થાય છે. ચા પીવાનું આ શોખ ઘણી વખત મુસીબત પણ બની જાય છે. આવું ત્યારે થાય છે જ્યારે ચા પીરસતી વખતે અથવા તો પીતી વખતે કપડા પર ઢોળાઈ જાય. જ્યારે ચા કપડાં પર ઢોળાઈ જાય છે તો તેના ડાઘ નીકળતા નથી. ઘણા લોકો ચા ઢોળાય એટલે તુરંત જ તેને પાણીથી સાફ કરવાનો પ્રયત્ન કરે છે પરંતુ ચાના ડાઘ ઘણી વખત કપડાં પરથી નીકળતા નથી. જો તમારી સાથે પણ આવું થયું હોય તો તમને આજે જણાવીએ ચાના ડાઘ કપડા પરથી દૂર કરવાના ઉપાય.
કપડા પરથી ચાના ડાઘ દૂર કરવાના ઉપાય
આ પણ વાંચો:
કોટન, સિફોન અને પોલીએસ્ટર
જો આ ત્રણ પ્રકારના કપડાં ઉપર ચાના ડાઘ પડ્યા હોય તો ડાઘ દૂર કરવા માટે કપડાને હુંફાળા પાણીમાં પલાળો. તમે જેટલી જલ્દી આ કામ કરશો તેટલા ઝડપથી ડાઘ નીકળશે. ત્યાર પછી ડાઘ પડ્યો હોય ત્યાં બેકિંગ સોડા લગાડીને થોડી વાર ઘસો. દસ મિનિટ પછી વોશિંગ પાવડર ઉમેરીને કપડાને ધોઈ નાખો અને તડકામાં સૂકવી દો.
ઊન અને રેશમ પર પડેલા ડાઘ
જો ઊન કે રેશમના કપડા ઉપર ચા પડી ગઈ હોય તો તેના ડાઘ પણ સરળતાથી દૂર કરી શકાય છે. તેના માટે એક સ્પ્રે બોટલમાં વિનેગર ભરી દેવું. ત્યાર પછી જ્યાં ડાઘ પડ્યો હોય ત્યાં વિનેગર છાંટીને હાથથી કપડા ને રગડવું. ત્યાર પછી કપડાને પાણીમાં પલાળી દો અને 10 મિનિટ સુધી રાખો. ત્યાર પછી બ્રશની મદદથી ડાઘ પડ્યો હોય ત્યાં રબ કરશો તો ડાઘ નીકળવા લાગશે. કપડાની ધોઈને તડકામાં સૂકવી દેવું.
સફેદ શર્ટનો ડાઘ
સફેદ શર્ટ ઉપર લાગેલો ચાનો ડાઘ ખૂબ જ જીદ્દી હોય છે. જો સફેદ કપડા ઉપર ડાઘ પડે તો લીંબુ અને બેકિંગ સોડા ઉપયોગી સાબિત થાય છે. તેના માટે એક વાટકીમાં એક ચમચી બેકિંગ સોડા લઈને તેમાં લીંબુ ઉમેરી મિશ્રણ તૈયાર કરો. હવે આ મિશ્રણને ડાઘ થયો હોય તેના ઉપર લગાડી દો અને થોડીવાર સુધી રાખી મૂકો. ત્યાર પછી સાફ પાણી અને વોશિંગ પાવડર ની મદદથી શર્ટ ધોઈ અને તડકામાં સૂકવી દો. આ પ્રોસેસ કર્યા પછી થોડો પણ ડાઘ દેખાતો હોય તો ફરીથી બેકિંગ સોડા અને લીંબુ લગાડીને શર્ટ ધોવાની પ્રોસેસ કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે