શું તમને પણ છે તંબાકુની લત? વારંવાર થાય છે ખાવી ઇચ્છા, આ રહી તેને છોડવાની રીત

Home Remedies of Tobacco Addiction: તંબાકુ (Tobacco) માં નિકોટીન નામનું નશીલું રસાયણ હોય છે. આ ઉપરાંત ઘણા અન્ય પ્રકારના ઝેરી પદાર્થ હોય છે. નિકોટીન શરીરમાં મીઠા ઝેરનું કામ કરે છે. તમે પાન મસાલા, જર્દા અથવા સિગરેટના રૂપમાં જ્યારે તંબાકુ (Tobacco) નું સેવન કરો છો તો નિકોટીન તમારા શરીરમાં પહોંચે છે અને શરીરમાં પહોંચીને નર્વસ સિસ્ટમને પ્રભાવિત કરે છે.

શું તમને પણ છે તંબાકુની લત? વારંવાર થાય છે ખાવી ઇચ્છા, આ રહી તેને છોડવાની રીત

Tobacco Addiction: દુનિયાભરમાં કેન્સર જેવી જીવલેણ બિમારીનું મોટું કારણ તંબાકુ (Tobacco) ને ગણવામાં આવે છે. આ ઉપરાંત તંબાકુ (Tobacco) ડિમેંશિયા, અલ્ઝાઇમર, હાર્ટ ડીસીસ, બ્રેન સ્ટ્રોક જેવી તમામ જીવલેણ બિમારીઓનું કારણ બની શકે છે. આ એક એવી વસ્તુ છે, જેની લત લાગતાં વાર લાગતી નથી અને એકવાર જો તંબાકુ (Tobacco) ખાવાની આદી થઇ જાય તો તેને છોડવામાં મુશ્કેલ થાય છે. 

તંબાકુ (Tobacco) થી થનાર નુકસાન વિશે લોકોને જાગૃત કરવા માટે દર વર્ષે 31 મે ના રોજ World No Tobacco Day ઉજવવામાં આવે છે. તો આવો જાણીએ કે તંબાકુમાં (Tobacco) એવી કઇ વસ્તુ હોય છે જે વ્યક્તિને વ્યસની બનાવે છે અને ઇચ્છવા છતાં તેની આદત જલદી છૂટતી નથી. આ ઉપરાંત જો તમે પણ તંબાકુ (Tobacco) ની લત છોડવાનું મન બનાવી લીધું છે તો તેને કેવી રીતે છોડશો. 

આ પ્રકારના નશાની જાળમાં ફસાય છે વ્યક્તિ
ડો. રમાકાંત શર્મા જણાવે છે કે તંબાકુ (Tobacco) માં નિકોટીન નામનું નશીલું રસાયણ હોય છે. આ ઉપરાંત ઘણા અન્ય પ્રકારના ઝેરી પદાર્થ હોય છે. નિકોટીન શરીરમાં મીઠા ઝેરનું કામ કરે છે. તમે પાન મસાલા, જર્દા અથવા સિગરેટના રૂપમાં જ્યારે તંબાકુ (Tobacco) નું સેવન કરો છો તો નિકોટીન તમારા શરીરમાં પહોંચે છે અને શરીરમાં પહોંચીને નર્વસ સિસ્ટમને પ્રભાવિત કરે છે. આ કારણે વ્યક્તિને થાકમાંથી રાહત મળે છે શરીરમાં સ્ફૂર્તિનો અહેસાસ થાય છે. પરંતુ નિકોટીનની આ અસર થોડીવાર સુધી રહે છે. જ્યારે અસર ખતમ થાય છે, તો શરીર ફરીથી ઢીલું પડી જાય છે અને એવામાં ફરીથી તંબાકુ (Tobacco) ને લેવાની ક્રેવિંગ થવા લાગે છે. આ પ્રકારે માણસ ક્યારે તંબાકુ (Tobacco) નો આદી બની જાય છે તેને પણ ખબર પડતી નથી. 

તંબાકુનો નશો છોડવાની રીત
ડો. રમાકાંત શર્મા કહે છે કે લત કોઇપણ હોય, છોડવી થોડી મુશ્કેલ હોય છે. પરંતુ જો તમે મન બનાવી લો છો, તો તે મુશ્કેલ નથી. તમે કેટલાક ઉપાયો દ્વારા તંબાકુ (Tobacco)ની લતને છોડી શકાય છે. અહીં જાણીએ શું કરવું પડશે.- 

- તંબાકુ (Tobacco)માં નિકોટીન મળી આવે છે, નિકોટીન તમારા શરીરમાં વિટામીન સીને ખતમ કરવાનું કામ કરે છે. તેનાથી તંબાકુ (Tobacco) ની ક્રેવિંગ વારંવાર થાય છે. એટલા માટે તમારા ડાયટમાં વિટામીન સીને સામેલ કરો. મોસંબી, સંતરા, દાડમ, કીવી, સ્ટ્રોબેરી, આલુબુખારા અને લીંબુ પાણી વગેરે લો. જ્યારે પણ તંબાકુ (Tobacco)ની ક્રેવિંગ થાય, તમે વિટામીન સીથી ભરપૂર કોઇપણ વસ્તુ ખાઇ લો. 

- જે સમયે તમને તંબાકુ (Tobacco)ની ક્રેવિંગ થાય, તમે તેના વિકલ્પ તરીકે તજનો ટુકડો મોંઢામાં નાખી દો. તજ તમારી ક્રેવિંગને દૂર પણ કરશે અને તમારા માઇન્ડને ફ્રેશ રાખવાનું કામ કરશે. આ ઉપરાંત વરિયાળી પણ લઇ શકો છો. એ પણ તમારો મૂડ સારો કરશે અને ક્રેવિંગ ઓછું કરશે. 

- એક કપ દૂધ તમારી બે સિગરેટને ઓછી કરી શકે ચે. જ્યારે પણ તમારું મન સિગરેટ અથવા તંબાકુ (Tobacco)ખાવાનું થાય, તમે એક કપ દૂધ પી લો. તેનાથી લાંબા સમય સુધી કોઇ અન્ય વસ્તુ ખાવાનું મન નહી કરે. 

- આદુની એક ચમચી જ્યૂસ મધમાં મીક્સ કરીને લેવાથી પણ તંબાકુ (Tobacco)ની ઇચ્છા સમાપ્ત થઇ જાય છે. જ્યારે પણ તંબાકુ (Tobacco) અથવા સિગરેટ લેવાની ક્રેવિંગ થાય, તમે તેને લઇ શકો છો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news