દીપિકા જેવા દાંત ચમકાવવા હોય તો અપનાવો આ ટિપ્સ, પીળા દાંત મોતી જેવા ચમકશે
Yellow Teeth Home Remedies: ઘણા લોકો માવા અને ગુટખા ખાતા હોવાથી એમના દાંત પીળા પડી જાય છે. જેથી એમને જાહેરમાં આ બાબતની શરમ આવે છે. તમારી સાથે આવી સ્થિતિ ન સર્જાય તે માટે અમે તમને 5 ટિપ્સ બતાવવા જઈ રહ્યા છે.
Trending Photos
Yellow Teeth Home Remedies: ઘણા લોકો માવા અને ગુટખા ખાતા હોવાથી એમના દાંત પીળા પડી જાય છે. જેથી એમને જાહેરમાં આ બાબતની શરમ આવે છે. ક્યાંક વાત કરતા હોય તો પણ પીળા દાંતને છૂપાવે છે. તમારી સાથે આવી સ્થિતિ ન સર્જાય તે માટે અમે તમને 5 ટિપ્સ બતાવવા જઈ રહ્યા છે. આ ટિપ્સને અનુસરીને તમે ઘરે બેઠા પીળા દાંતમાંથી મુક્તિ મેળવી શકાય છે.જો આપણે દાંતને બરાબર રીતે સાફ કરવામાં ન આવે તો દાંતને પીળા પડતા વાર નથી લાગતી. આ કારણે દાંતમાં સડો થવા લાગે છે અને બહાર નીકળતા પણ શરમ આવવા લાગે છે.
આ પણ વાંચો:
આ છે દેશની સૌથી સસ્તી Sunroof કાર, CNG ઓપ્શન પણ છે અવેલેબલ
માર્કેટમાં ધૂમ મચાવા આવી ગયો છે Nokia નો Flip Phone, 7,000 માં મેળવો આકર્ષક ફીચર્સ
IPL 2023 સાથે ટીમ ઈન્ડિયાના આ 3 ખેલાડીઓના કરિયરનો આવ્યો અંત!
પીળા દાંતને સાફ કરવાની ટિપ્સ
પાઈનેપલ
અનાનાસ દાંતની પીળાશ દૂર કરવામાં પણ અદ્ભુત ભૂમિકા ભજવે છે. તે કુદરતી ડાઘ રિમૂવર તરીકે કામ કરે છે, જે દાંત પર જમા થયેલી પીળાશ અને પ્લાકને દૂર કરે છે. તેનો ઉપયોગ કરવા માટે પાઈનેપલના કેટલાક ટુકડાને બ્લેન્ડરમાં નાંખો અને તેમાં થોડું પાણી ઉમેરીને પીસી લો. ત્યાર બાદ મિશ્રણને ગાળી લો અને તેનો રસ અલગ કરો. પછી તે રસમાં થોડી ખાંડ અને મીઠું ઉમેરો. આ પછી, આ મિશ્રણથી દાંત સાફ કરો. આ ઉપયોગથી દાંત ચમકવા લાગશે.
કેળાની છાલ
કેળાની છાલ પણ તમને દાંતનો કુદરતી રંગ પાછો મેળવવામાં મદદ કરી શકે છે. તેનો ઉપયોગ કરવા માટે કેળાની છાલ લો અને તેની અંદરથી દાંત પર ઘસો. ત્યારબાદ, બ્રશ પર ટૂથપેસ્ટ લગાવીને દાંત સાફ કરો. તમારા દાંતની પીળાશ ગાયબ થઈ જશે.
નારિયેળનું તેલ
દાંતમાંથી પીળાપણું દૂર કરવા માટે તમે નારિયેળના તેલનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમે નારિયેળના તેલના કોગળા કરો, આ ટ્રીકને ઓઈલ પુલિંગ કહેવામાં આવે છે. આમ કરવાથી દાંતમાં ફસાયેલી ગંદકી નીકળી જશે અને દાંતમાં પીળાપણુ નહીં આવે.
બેકિંગ સોડા
તમે દાંતને સાફ કરવા માટે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. બેકિંગ સોડાને નેચ્યુરલ ક્લિન્ઝર પણ કહેવામાં આવે છે. તેના ઉપયોગ માટે બેકિંગ સોડાને પાણીમાં મિક્સ કરો. ત્યારબાદ મિશ્રણને બ્રશ પર રાખીને દાંતને સાફ કરી લો. તમારા દાંત મોતીની જે ખીલી ઉઠશે અને પીળાપણુ ગાયબ થઈ જશે.
આ પણ વાંચો:
બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ OTT પર રિલીઝ થઈ રહી છે The Kerala Story!
Vodafone-Idea એ લોન્ચ કર્યા 3 ધુઆંધાર પ્લાન! માત્ર 17 રૂપિયામાં મેળવો Unlimited ડેટા
June 2023 Horoscope: આ 4 રાશિઓ માટે જૂન મહિનો ખૂબ જ ભાગ્યશાળી રહેશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે