ચોમાસામાં આચરકુચર ખાવાને બદલે પીવો આ જ્યુશ, નહીં જોવો પડે ડોક્ટરનો દરવાજો

Health Care: એવું કહેવાય છેકે, શિયાળામાં પેટ ભરીને ખાઓ પીઓ, ઉનાળામાં થોડું ઓછું જમો અને ચોમાસામાં બને ત્યાં સુધી હેલ્ધી વસ્તુઓ લો, ઉપવાસ કરો. કારણકે, ચોમાસું બીમાર પાડે છે. તમારે બીમાર ના પડવું હોય તો ચોમાસામાં કરો આ વસ્તુનું નિયમિત સેવન...

ચોમાસામાં આચરકુચર ખાવાને બદલે પીવો આ જ્યુશ, નહીં જોવો પડે ડોક્ટરનો દરવાજો

Health Care: દરેક વ્યક્તિ જાણે છે કે કોરોનાની બીજી લહેરના ભયાનક સ્વરૂપ બાદ લોકોમાં તેનો ભય વધી ગયો છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ તેની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં વ્યસ્ત છે. ડોકટરોના જણાવ્યા મુજબ, મજબૂત રોગપ્રતિકારક શક્તિ હોવાને કારણે કોઈપણ પ્રકારના વાયરલ ચેપથી બચવું સરળ બને છે. આવી સ્થિતિમાં, તમે ટમેટાના રસની મદદથી પ્રતિરક્ષા મજબૂત કરી શકો છો.

જ્યારે શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય છે, ત્યારે આપણે ઘણા રોગોનો શિકાર બની શકીએ છીએ. કોરોના કાળમાં, રોગપ્રતિકારક શક્તિ વધારવા પર સતત ભાર મૂકવામાં આવે છે. હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે. આ ઋતુમાં લોકોને અનેક રોગોનો સામનો કરવો પડે છે..આવી સ્થિતિમાં, ટમેટાના રસની મદદથી, તમે માત્ર કોરોના વાયરસથી નહીં પરંતુ  અન્ય સમસ્યાઓથી પણ છુટકારો મેળવી શકો છો, કારણ કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તે વધુ સારો વિકલ્પ છે.

લાલ લાલ સ્વાદિષ્ટ ટામેટા આપણી ઇન્ડિયન ડિશનો મહત્ત્વનો ભાગ છે. શિયાળો આવતા માર્કેટમાં વધુ પ્રમાણમાં ટામેટા જોવા મળે છે. કાચા ટામેટા ઉપરાંત તેનો સુપ પણ ખુબ જ મહત્ત્વનો અને સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક હોય છે. સામાન્ય રીતે જમતા પહેલા સ્ટાર્ટર તરીકે ઉપયોગમાં લેવાતા ટામેટા સુપમાં વિટામીન એ, ઇ, સી, કે અને એન્ટીઓક્સિડન્ટ હોય છે. જે તમને હેલ્ધી અને ફિટ રાખવામાં મદદ કરે છે.

ટામેટાના સુપના ફાયદા જાણો:
1. બ્લડ શગર નિયંત્રણમાં રહે છે-
ડાયાબિટીસના દર્દીઓએ ડાયેટમાં ટોમેટો સુપ જરુર લેવો જોઇએ. તેમાં ક્રોમિયમ હોય છે જે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદરૂપ થાય છે. ટામેટામાં સેલેનિયમ પણ હોય છે જે રક્ત પ્રવાહને વધારે છે અને તેનાથી એનિમિયાનો ખતરો પણ ઘટે છે.

2. કેન્સરનો ખતરો ઘટશે-
ટોમેટોમાં લાઇકોપીન અને કેરોટોનોઇડ જેવા એન્ટી ઓક્સિડન્ટ હોય છે તેનાથી કેન્સરની શક્યતાઓ પણ ઘટી જાય છે.

3. હાડકા માટે ફાયદાકારક-
ટોમેટો સુપમાં વિટામીન કે અને કેલ્શિયમ હોય છે, જે હાડકાને મજબુત રાખે છે. શરીરમાં લાઇકોપીનની કમીથી હાડકા પર સ્ટ્રેસ પડે છે. ટામેટામાં મોટાપ્રમાણમાં લાઇકોપીન હોય છે જે હાડકા માટે સારું છે.

4. મગજ રહેશે તંદુરસ્ત-
ટોમેટો સુપમાં ભરપુર માત્રામાં કોપર અને પોટેશિયમ હોય છે, તેનાથી નર્વસ સિસ્ટમ ઠીક રહે છે અને મગજ પણ મજબુત રહે છે. મગજની તંદુરસ્તી માટે ટામેટા બેસ્ટ છે.

5. વજન ઘટશે-
ટોમેટો સુપને જો ઓલિવ ઓઇલથી બનાવવામાં આવે તો તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. કેમકે તેમા પાણી અને ફાઇબરની માત્રા વધુ હોય છે. તેનાથી તમને લાંબા સમય સુધી ભુખ લાગતી નથી અને તમારું વજન ઘટે છે.

6. વિટામીનની કમી થશે દૂર-
ટોમેટો સુપમાં વિટામીન એ અને સીની સારી એવી માત્રા હોય છે. વિટામીન એ, ટિશ્યુના વિકાસ માટે જરુરી છે. શરીરમાં રોજ 16 ટકા વિટામીન એ અને 20 ટકા વિટામીન સીની જરુર હોય છે અને ટોમેટો સુપ આ જરુરિયાતોને પુર્ણ કરે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી પર આધારિત છે. ઝી મીડિયા આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news