Cleaning Tips: ચાની મદદથી 5 મિનિટમાં ચમકી જશે સોના-ચાંદીની જ્વેલરી, આ રીતે કરવો ચાનો ઉપયોગ

Cleaning Tips: કાળા પડેલા દાગીનાને સાફ કરાવવા પણ જરૂરી હોય છે. ત્યારે આજે તમને કોઈપણ પ્રકારના ખર્ચ વિના ઘરે જ સોના અને ચાંદીના દાગીના કેવી રીતે ચમકાવવા તેની સરળ રીત જણાવીએ.

Cleaning Tips: ચાની મદદથી 5 મિનિટમાં ચમકી જશે સોના-ચાંદીની જ્વેલરી, આ રીતે કરવો ચાનો ઉપયોગ

Cleaning Tips: ભારતમાં સોના અને ચાંદીના દાગીના પહેરવાનું ચલણ વધારે છે. દરેક મહિલા અલગ અલગ પ્રકારની જ્વેલરી પહેરે છે. નિયમિત રીતે ગળામાં ચેન, કાનમાં બુટ્ટી, પાયલ, બંગડી, વીંટી વગેરે પહેરવાથી થોડા સમયમાં તે કાળા પડવા લાગે છે. કાળા પડેલા દાગીનાને સાફ કરાવવા પણ જરૂરી હોય છે. જો તમે સોના અને ચાંદીના દાગીના બજારમાં સાફ કરાવવા માટે ખર્ચો પણ કરવો પડે છે. ત્યારે આજે તમને કોઈપણ પ્રકારના ખર્ચ વિના ઘરે જ સોના અને ચાંદીના દાગીના કેવી રીતે ચમકાવવા તેની સરળ રીત જણાવીએ. આ ટિપ્સને ફોલો કરીને તમે સોના અને ચાંદીના દાગીના ને નવા જેવા ચમકાવી શકો છો. 

આ પણ વાંચો:

સોના અને ચાંદીના દાગીનાને સાફ કરવા માટે ચાપત્તી ઉપયોગી સાબિત થાય છે. આજ સુધી તમે વધેલી ચા ને કચરામાં જ ફેંકી દીધી હશે પરંતુ આજ પછી આવું કરવાની ભૂલ તમે નહીં કરો. સોના અને ચાંદીના દાગીના ને ચળકતા કરવા માટે વધેલી ચા પત્તીનો આ રીતે ઉપયોગ કરી શકાય છે. 

સૌથી પહેલા ચા પત્તીને બરાબર પાણીથી સાફ કરી લેવી. ત્યાર પછી એક તપેલામાં પાણી ગરમ કરી તેમાં સાફ કરેલી ચા પત્તી ઉમેરો. પાણી બરાબર ઉકળી જાય પછી પાણીને બે અલગ અલગ કાચની વાટકીમાં ભરો. બંને વાટકીમાં એક એક ચમચી બેકિંગ સોડા ઉમેરો.

ત્યાર પછી તેમાં એક એક ચમચી ડિટર્જન્ટ ઉમેરો. ત્યાર પછી એક વાટકીમાં સોનાના દાગીના અને બીજી વાટકીમાં ચાંદીના દાગીના રાખો. જે વાટકીમાં સોનાના દાગીના હોય તેમાં એક ચમચી હળદર પાઉડર મિક્સ કરો. આ દાગીના ને પાંચ મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો.

ત્યાર પછી દાગીનાને ટ્રેમાં કાઢો અને ટુથ બ્રશની મદદથી હળવા હાથે સાફ કરી લો. ત્યાર પછી અન્ય એક વાટકીમાં સાફ પાણી ભરી અને તેમાં થોડી વાર માટે દાગીના પલાળી દો. પાંચ મિનિટ પછી કોટન ના કપડાથી બધા જ દાગીના ને કોરા કરો. તમે જોશો કે તમારા દાગીના પહેલા જેવા જ ચમચી ગયા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news