ત્વચાની સુંદરતા વધારવા માટે બેસ્ટ છે ઘી, આ રીતે કરશો ઉપયોગ તો મોંઘા બ્યુટી પ્રોડક્ટસ પર નહીં કરવો પડે ખર્ચ

Skin Benefit Of Ghee: સ્કીન પ્રોબ્લેમને દૂર કરવા માટે ઘીનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો મોંઘી પ્રોડક્ટસનો ઉપયોગ પણ કરવો પડતો નથી. તો ચાલો તમને જણાવીએ કે ઘી નો ઉપયોગ ત્વચા પર કેવી રીતે કરી શકાય છે.

ત્વચાની સુંદરતા વધારવા માટે બેસ્ટ છે ઘી, આ રીતે કરશો ઉપયોગ તો મોંઘા બ્યુટી પ્રોડક્ટસ પર નહીં કરવો પડે ખર્ચ

Skin Benefit Of Ghee: ઘી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આજ કારણ છે કે રસોઈમાં તેનો ઉપયોગ વર્ષોથી કરવામાં આવે છે. ઘીનો ઉપયોગ કરવાથી રસોઈનો સ્વાદ પણ વધી જાય છે. સાથે જ ઘી શુદ્ધ હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે. ઘીનો ઉપયોગ કરવાથી માત્ર સ્વાસ્થને જ ફાયદો થાય છે તેવું નથી જો તમે ઘીને ત્વચા સંબંધિત કેટલી તકલીફોમાં ઉપયોગમાં લેશો તો ત્વચાની તકલીફો પણ ઘી દૂર કરે છે. સ્કીન પ્રોબ્લેમ ને દૂર કરવા માટે ઘીનો ઉપયોગ યોગ્ય રીતે કરવામાં આવે તો મોંઘી પ્રોડક્ટસનો ઉપયોગ પણ કરવો પડતો નથી. તો ચાલો તમને જણાવીએ કે ઘી નો ઉપયોગ ત્વચા પર કેવી રીતે કરી શકાય છે.  

આ પણ વાંચો: 

ઘીનું ફેસ માસ્ક
 
બે ચમચી ચણાના લોટમાં બે ચમચી ઘી ઉમેરી બરાબર મિક્સ કરો. તેમાં એક ચપટી હળદર ઉમેરી પેસ્ટ તૈયાર કરી અને તેને ચહેરા તેમજ ગરદન પર અપ્લાય કરો. 20 મિનિટ સુધી તેને રહેવા દો અને પછી હુંફાળા પાણીથી તેને સાફ કરો. આ પેસ્ટનો ઉપયોગ કરવાથી ત્વચા મુલાયમ બને છે. 

ડ્રાય સ્કીન માટે

ત્વચા પર ઘીનો ઉપયોગ તમે મોસ્ચરાઇઝર તરીકે પણ કરી શકો છો. તેના માટે બે ચમચી ઘીને બરાબર ઓગાળી લેવું. ત્યાર પછી તેમાં એલોવેરા જેલ બે ચમચી મિક્સ કરી અને સ્મૂધ પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટને ચહેરા અને ગરદન પર અપ્લાય કરી દસ મિનિટ રહેવા દો. ત્યાર પછી હળવા હાથે મસાજ કરી હુંફાળા પાણીથી ચહેરો સાફ કરો. ઘીનો ઉપયોગ આ રીતે કરવાથી સમસ્યા દૂર થાય છે. 

હાથની ત્વચા માટે 

રસોડામાં વાસણ ધોવા સહિતના કામ કરતી વખતે ઘણી વખત હાથની ત્વચા ડ્રાય અને રફ થઈ જાય છે. તેવામાં હાથની ત્વચા ને સોફ્ટ બનાવવા માટે પણ ઘીનો ઉપયોગ કરી શકાય છે. તેના માટે બે ચમચી નાળિયેરના તેલમાં અથવા તો બદામના તેલમાં ઘી મિક્સ કરીને હાથ પર અપ્લાય કરો અને થોડીવાર મસાજ કરો. 

ફાટેલા હોઠ માટે

ફાટેલા હોઠ માટે ઘી બેસ્ટ છે. લિપસ્ટિકના વારંવાર ઉપયોગના કારણે જો તમારા હોઠની ત્વચા ડ્રાય અને બે જામ થઈ ગઈ હોય તો રોજ રાતે થોડું ઘી લઈને હોઠ પર મસાજ કરવી જોઈએ તેનાથી હોઠ સોફ્ટ અને પિંક થશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news