અપરલિપ્સ કરાવવા વારંવાર પાર્લર જવાની ઝંઝટ ખતમ કરશે આ બ્યુટી ટીપ્સ, હોઠ પરની રુંવાટી એકવારમાં થશે દુર

Remove Upperlips Hair: ઘણી યુવતીઓને હોર્મોન્સના કારણે ચહેરા અને ખાસ કરીને અપર લિપ્સ પર વધારે પ્રમાણમાં વાળ આવે છે. આ વાળ દૂર કર્યા પછી પણ થોડા દિવસોમાં ફરીથી ઉગવા લાગે છે. આવી સ્થિતિમાં યુવતિઓને વારંવાર પાર્લર જોવું પડે છે અથવા તો અપર લિપ્સ  ઘરે કરવા પડે છે. પરંતુ આવી સમસ્યાને કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને પણ દૂર કરી શકાય છે.

અપરલિપ્સ કરાવવા વારંવાર પાર્લર જવાની ઝંઝટ ખતમ કરશે આ બ્યુટી ટીપ્સ, હોઠ પરની રુંવાટી એકવારમાં થશે દુર

Remove Upperlips Hair: પુરુષ અને મહિલા બંનેના શરીર પર કુદરતી રીતે વાળ ઉગતા હોય છે. શરીરના અલગ અલગ અંગ ઉપર ઉગતા વાળ કોઈને વધારે તો કોઈને ઓછા હોય છે. ઘણી યુવતીઓને હોર્મોન્સના કારણે ચહેરા અને ખાસ કરીને અપર લિપ્સ પર વધારે પ્રમાણમાં વાળ આવે છે. આ વાળ દૂર કર્યા પછી પણ થોડા દિવસોમાં ફરીથી ઉગવા લાગે છે. આવી સ્થિતિમાં યુવતિઓને વારંવાર પાર્લર જોવું પડે છે અથવા તો અપર લિપ્સ  ઘરે કરવા પડે છે. પરંતુ આવી સમસ્યાને કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને પણ દૂર કરી શકાય છે. આજે તમને જણાવીએ કેટલીક એવી રીત વિશે જે કુદરતી રીતે વાળનો ગ્રોથ ઓછો કરે છે અને હોઠ ઉપર આવતી રુંવાટીને દૂર કરે છે.

આ પણ વાંચો:

હળદર અને દૂધ

એક નાનકડી વાટકીમાં એક ચમચી હળદર પાઉડર અને એક મોટો ચમચો દૂધ લેવું. બંને વસ્તુને મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો અને પછી તેને હોઠ ઉપર લગાવો. જ્યારે આ પેસ્ટ સુકાઈ જાય પછી તેને વાળની વિપરીત દિશામાં મસાજ કરીને દૂર કરો. નિયમિત તમે આ પેસ્ટનો ઉપયોગ કરશો એટલે વાળનો ગ્રોથ ઘટી જશે.

જીલેટીન

જીલેટીન પણ અપર લિપ્સના વાળ દૂર કરવામાં મદદ કરે છે. તેના માટે માઇક્રોવેવના બાઉલમાં એક ચમચી જીલેટિન, અડધી ચમચી દૂધ અને ત્રણ ટીપા લવંડર ઓઇલના ઉમેરો. હવે વાટકીને માઇક્રોવેવ માં 12 સેકન્ડ સુધી રાખો અને પછી તેને ઠંડુ થવા દો. જ્યારે તે હુંફાળું હોય ત્યારે આ પેસ્ટને હોઠ ઉપર લગાડો અને સુકાઈ જાય પછી વાળની વિપરીત દિશા માં મસાજ કરીને પાણીથી સાફ કરો. 

મધ

મધનો ઉપયોગ પણ અપર લિપ્સના વાળ દૂર કરવા માટે કરી શકાય છે. તેના માટે એક મોટો ચમચો મધ અને અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરો આ પેસ્ટને હોઠની ઉપર લગાડો અને 20 મિનિટ સુધી રહેવા દો. ત્યાર પછી એક કપડાને ગરમ પાણીમાં બોળીને કપડાં વડે આ સુકાયેલી પેસ્ટ ને હટાવો. થોડા દિવસ આ પ્રયોગ કરશો એટલે વાળનો ગ્રોથ ઘટી જશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય  જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news