High Cholesterol: આ 5 સ્ટેપ્સ ફોલો કરો બસ, 1 મહિનામાં વધેલું બેડ કોલેસ્ટ્રોલ આવી જશે કંટ્રોલમાં
High Cholesterol: શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ મેન્ટેન રહે તે ખૂબ જ જરૂરી છે. જો તમારા શરીરમાં પણ બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય અને તમારે તેને કુદરતી રીતે જ ઓછું કરવું હોય તો તમને પાંચ સરળ સ્ટેપ્સ જણાવીએ. તમે ફક્ત આ પાંચ સ્ટેપ ફોલો કરશો તો પણ તમારા શરીરમાં વધતું બેડ કોલેસ્ટ્રોલ અટકી જશે.
Trending Photos
High Cholesterol: શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ મેન્ટેન રહે તે ખૂબ જ જરૂરી છે. કોલેસ્ટ્રોલ સેટ જેવો પદાર્થો હોય છે જેનું નિર્માણ લીવર વડે થાય છે. લીવર એવા કોલેસ્ટ્રોલ ને ઉત્પન્ન કરે છે જે શરીર માટે જરૂરી છે. પરંતુ સાથે જ શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ પણ વધતું હોય છે જો તેને કંટ્રોલમાં કરવામાં ન આવે તો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી જાય છે અને તેના પરિણામે હાર્ટ પ્રોબ્લેમ થઈ જાય છે. જો તમારા શરીરમાં પણ બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય અને તમારે તેને કુદરતી રીતે જ ઓછું કરવું હોય તો તમને પાંચ સરળ સ્ટેપ્સ જણાવીએ. તમે ફક્ત આ પાંચ સ્ટેપ ને ફોલો કરશો તો પણ તમારા શરીરમાં વધતું બેડ કોલેસ્ટ્રોલ અટકી જશે.
નિયમિત કસરત
દિવસ દરમિયાન ઓછામાં ઓછી 30 મિનિટ કોઈપણ પ્રકારની કસરત કરવી જોઈએ કોલેસ્ટ્રોલ ને ઓછું કરવાની આ સૌથી અસરકારક રીત છે. તમે 30 મિનિટ માટે વોક કરી શકો છો, તરી શકો છો, યોગ કરી શકો છો અથવા ડાન્સ પણ કરી શકો છો.
આ પણ વાંચો:
ટ્રાન્સ ફેટ થી દૂર રહો
દૈનિક આહારમાં એવી કોઈ પણ વસ્તુનું સેવન ન કરો જેનાથી અનસેચ્યુરેટેડ ફેટ શરીરમાં આવે. તેનાથી કોલેસ્ટ્રોલ લેવલ ઝડપથી વધી જાય છે. તેને બદલે દૂધ ચીઝ અને અન્ય ડેરી પ્રોડક્ટ નો ઉપયોગ કરો જેનાથી નેચરલ ટ્રાન્સફેટ મળે
સોલ્યુએબલ ફાઇબર
સોલ્યુએબલ ફાઇબર ખાવાથી કોલેસ્ટ્રોલ લેવલ કુદરતી રીતે ઓછું થઈ જાય છે. જે તમને વટાણા ઓટ્સ ફળ અને આખા અનાજમાંથી મળે છે.
વ્યસન છોડો
જો તમારું બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય અને તમને વ્યસન પણ હોય તો સૌથી પહેલા વ્યસનનો ત્યાગ કરો. દારૂ પીવો ધુમ્રપાન કરવું તમાકુ ખાવી જેવી આદતોના કારણે પણ બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે.
ફિશ સેવન
જો તમે માંસાહાર કરો છો તો બેડ કોલેસ્ટ્રોલ ને ઘટાડવા માટે તમે ફિશનું સેવન કરી શકો છો. તેમાંથી ઓમેગા 3 ફેટી એસિડ મળે છે જે કોલેસ્ટ્રોલ લેવલને બેલેન્સ કરવામાં મદદ કરે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે