Woman Body: દરેક યુવતીને તેના શરીરની આ 5 વાતો ખબર હોવી જ જોઈએ...

Woman Body: જેમ જેમ યુવતીની ઉંમર વધે છે તેમ તેનામાં કેટલાક શારીરિક ફેરફાર થાય છે. શરીરના હોર્મોન્સ પણ સતત બદલતા રહે છે. તેમાં પણ જો યુવતી વર્કિંગ હોય તો તેને પોતાની જાતને વધારે સ્ટ્રોંગ રાખવી પડે છે. પુરુષોની સરખામણીમાં યુવતીઓને વધારે હોર્મોનલ ઇમબેલેન્સનો સામનો કરવો પડે છે.

Woman Body: દરેક યુવતીને તેના શરીરની આ 5 વાતો ખબર હોવી જ જોઈએ...

Woman Body: જેમ જેમ યુવતીની ઉંમર વધે છે તેમ તેનામાં કેટલાક શારીરિક ફેરફાર થાય છે. શરીરના હોર્મોન્સ પણ સતત બદલતા રહે છે. તેમાં પણ જો યુવતી વર્કિંગ હોય તો તેને પોતાની જાતને વધારે સ્ટ્રોંગ રાખવી પડે છે. પુરુષોની સરખામણીમાં યુવતીઓને વધારે હોર્મોનલ ઇમબેલેન્સનો સામનો કરવો પડે છે. હોર્મોન્સના કારણે શરીરમાં થતા આ ફેરફારો એવા હોય છે જેના વિશે દરેક યુવતીને ખબર હોવી જોઈએ. આજે તમને આવા જ 5 જરૂરી ફેરફાર વિશે જણાવીએ. 

ઘણા બધા હેલ્થ એક્સપર્ટ અને ડોક્ટર યુવતીઓને પોતાનું ખાસ ધ્યાન રાખવાની સલાહ આપે છે. તે જરૂરી પણ છે. પરંતુ પાંચ વસ્તુઓ એવી છે જેના વિશે દરેક કિંમતીને ખબર હોવી જોઈએ. આજે તમને આવી જ પાંચ વસ્તુઓ વિશે જણાવીએ જેની જાણકારી દરેકને હોય તે ખૂબ જ જરૂરી છે. 

પરસેવો

લ્યુટીયલ ફેઝ  જે માસિક ધર્મના બીજા ચક્ર એટલે કે 15માં દિવસથી શરૂ થાય છે તે દરમિયાન જો વધારે પરસેવો આવતો હોય તો તેના કારણે વાત દોષ અસંતુલિત થઈ જાય છે. જેના કારણે પીએમએસમાં વધારે દુખાવો અને હેવી બ્લડિંગ થઈ શકે છે.

ઊંઘ અને મૂડ સ્વિંગ

દરેક વ્યક્તિ માટે ઊંઘ પૂરી થાય તે જરૂરી હોય છે પરંતુ યોગ્ય માટે પૂરતી ઊંઘ સૌથી વધારે જરૂરી છે કારણ કે પૂરતી ઊંઘથી જ હોર્મોનલ બેલેન્સ જળવાય છે. જો યુવતી પૂર્તિ માત્રામાં ઊંઘ ન કરે તો તેને દિવસભર એનર્જી અનુભવાતી નથી અને મૂડ સ્વિંગ પણ થાય છે.

ફેટ 

મોટાભાગની યુવતીઓ અને ફેટ ફ્રી બનવા માંગે છે. તેઓ પોતાના આહારમાંથી ફેટ યુક્ત વસ્તુઓને અવોઈડ કરે છે. પરંતુ સ્વસ્થ રહેવા માટે હેલ્ધી ફેટ શરીર માટે જરૂરી છે. હેલ્ધી હોર્મોન્સના બેલેન્સ માટે ફેટ લેવું જરૂરી છે.

કાર્બોહાઈડ્રેટ

આખા અનાજ મારફતે જતું ફાઇબર આપણા શરીર માટે જરૂરી છે. દિવસ દરમિયાન કાર્બનું સેવન કરવાથી એનર્જી લેવલ જળવાઈ રહે છે અને શરીર એક્ટિવ રહે છે. તેથી કાર્બનો સમાવેશ ડાયટમાં ચોક્કસથી કરવો. 

માસિકનો દુખાવો

મોટાભાગની યુવતીઓએ માની લેતી હોય છે કે માસિક સમયે તીવ્ર દુખાવો થવો સામાન્ય વાત છે. પરંતુ માસિક સમયે તીવ્ર દુખાવો થવો હોર્મોનલ ઈમ્બેલન્સનું સંકેત પણ હોઈ શકે છે તેથી તેને સામાન્ય સમજી અવગણના ન કરો. 

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news