Onion Odour: કાચી ડુંગળી ખાધા બાદ કરી લેશો આ કામ તો મોંમાંથી નહીં આવે વાસ, અસરદાર છે આ ઉપાય

Onion Odour: ડુંગળીનો ઉપયોગ શાકમાં પણ થાય છે અને સલાડ તરીકે પણ તેને ખાવામાં આવે છે. જ્યારે ભોજન સાથે કાચી ડુંગળી ખાવામાં આવે છે તો તેના કારણે મોં માંથી દુર્ગંધ આવવા લાગે છે. ડુંગળી ખાધા અને કલાકો પછી પણ મોમાંથી દુર્ગંધ જતી નથી. આવી સ્થિતિમાં કોઈની નજીક બેસવું કે તેની સાથે વાત કરવી પણ મુશ્કેલ થઈ જાય છે.

Onion Odour: કાચી ડુંગળી ખાધા બાદ કરી લેશો આ કામ તો મોંમાંથી નહીં આવે વાસ, અસરદાર છે આ ઉપાય

Onion Odour: ડુંગળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. ડુંગળી ખાવાથી શરીર શરીરને ઘણા પ્રકારના રોગથી બચવાની શક્તિ મળે છે. ડુંગળીનો ઉપયોગ શાકમાં પણ થાય છે અને સલાડ તરીકે પણ તેને ખાવામાં આવે છે. જ્યારે ભોજન સાથે કાચી ડુંગળી ખાવામાં આવે છે તો તેના કારણે મોં માંથી દુર્ગંધ આવવા લાગે છે. ડુંગળી ખાધા અને કલાકો પછી પણ મોમાંથી દુર્ગંધ જતી નથી. આવી સ્થિતિમાં કોઈની નજીક બેસવું કે તેની સાથે વાત કરવી પણ મુશ્કેલ થઈ જાય છે.

જોકે સલાડમાં કાચી ડુંગળી ખાવી ભોજનનો સ્વાદ અનેક ઘણો વધારી દે છે. તેવામાં તમને પણ રોજ કાચી ડુંગળી ખાવાની આદત હોય અને તમારે મોઢામાંથી આવતી વાસથી બચવું હોય તો આજે તમને કેટલાક અસરકારક ઉપાયો જણાવીએ. આ ઉપાયો કરવાથી કાચી ડુંગળી ખાધા પછી આવતી મોની દુર્ગંધ થી મુક્તિ મળશે.

કાચી ડુંગળી ખાધા બાદ કરો આ ઉપાય

આ પણ વાંચો:

લીંબુ અથવા તો વિનેગર

સલાડમાં કાચી ડુંગળી ખાવી હોય તો તેના ઉપર લીંબુ અથવા તો વિનેગરનો ઉપયોગ કરવો. કાચી ડુંગળીને ખાતા પહેલા થોડીવાર વિનેગરમાં રાખી દેશો અને પછી તેને ખાશો તો મોઢામાંથી દુર્ગંધ નહીં આવે.

વરીયાળી

જો તમે ભોજનમાં કાચી ડુંગળી ખાતી હોય તો જમ્યા પછી મુખવાસમાં વરિયાળી ખાવાનું રાખો. વરીયાળી ખાવાથી મોઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઈ જશે. વરીયાળી અસરકારક માઉથ પ્રશ્ન છે જેને ખાવાની સાથે જ અસર થાય છે.

એલચી

એલચી પણ ખૂબ જ અસરકારક માઉથ પ્રશ્ન છે. એલચી ખાવાથી ઓરલ હેલ્થ પણ સારી રહે છે. એલચી ની સુગંધ એટલી તીવ્ર હોય છે કે તેને ખાવાની સાથે જ મોઢામાંથી આવતી કાચી ડુંગળીની સ્મેલ પણ જતી રહે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news