તુવેરની દાળની 3 સૌથી સરળ રેસિપી, આવી રીતે મળશે એકદમ દેશી સ્વાદ
કેટલાક લોકોને સાદી દાળ પસંદ હોય છે. તો કેટલાકને એકદમ ઢાબાના સ્વાદવાળી દાળ પસંદ હોય છે. મોટાભાગની દાળ બનાવવામાં સામગ્રી સરખી જ હોય છે.
Trending Photos
નવી દિલ્હીઃ સામાન્ય રીતે આરોગ્ય માટે કઠોળ સૌથી શ્રષ્ઠ ગણાય છે. એમા પણ મોટા ભાગના લોકોની પહેલી પસંદ હોય છે દાળ. ત્યારે વજન ઓછું કરવા માગતા લોકો માટે તો દાળ અને ભાતનો કોમ્બો બેસ્ટ ગણાય છે. ત્યારે તમે દાળમાં એકદમ દેશી સ્વાદ માણવા માગતો હો તો તેના ખાસ રેસિપી હોય છે. જેમાં એકદમ સરળતાથી તમે ઘરે દાળ બનાવી દેશી સ્વાદ માણી શકો છો.
તમે દુનિયાભરના ગમે તેવા વ્યંજન આરોગો પણ દાળના સ્વાદને કોઈ ટક્કર નહીં આપી શકે. એમાંય અરહર દાળ એટલેકે, તુવેરની દાળની વાત જ કંઈક ઔર છે. ભારત બહાર રહેતા લોકો હંમેશા દાળ-ભાત ખાવા માટે તલપાપડ રહેતા હોય છે. જ્યારે ઘરથી દૂર એકલા રહેનાર લોકો પણ દાળના દેશી સ્વાદ માટે વલખા મારતા હોય છે. જો કે દાળને અનેક પ્રકારે બનાવીને ખાઈ શકાય છે. કેટલાક લોકોને સાદી દાળ પસંદ હોય છે. તો કેટલાકને એકદમ ઢાબાના સ્વાદવાળી દાળ પસંદ હોય છે. મોટાભાગની દાળ બનાવવામાં સામગ્રી સરખી જ હોય છે. બસ કેટલી વસ્તુ જ અલગ હોય છે. જેના લીધે તમામ દાળનો અલગ અલગ સ્વાદ હોય છે. તો આવો તમને જળાવીએ કે અરહર દાળ બનાવવાની શું છે સૌથી સરળ રેસિપી.
હીંગ અને ઝીરાનો તડકો લગાવશે ચાર ચાંદ-
જો તમારે સાદી દાળ ખાવી હોય તો સૌથી બેસ્ટ ઉપાય છે દાળમાં હળદર અને મીઠું નાખીને તેને બાફી નાખો. દાળ બફાઈ ગયા બાદ મોટા ચમચામાં ઘીને ગરમ કરી લો. જેમાં હિંગ અને જીરું નાખો. જીરાનો રંગ બદલાઈ જાય એટલે તેમાં લાલ મરચા નાખી દો. પછી જ્યારે જીરાનો રંગ કાળો થવા લાગે તો તેને દાળમાં નાખી દો. બસ આટલું કરતા જ તમારી સાદી દાળ તૈયાર થઈ જશે.
ડુંગળી સાથે દાળનો સ્વાદ અલગ હશે-
ડુંગળી સાથેની દાળ અનેક પ્રકારની બની શકે છે. જેમાં સૌથી સરળ પદ્ધતિ છે કે દાળમાં બાફી લીધા બાદ ઘી ગરમ કરવાનું. ત્યારે બાદ તેમાં હીંગ નાખવાની અને ત્યાર બાદ જીરું. જે બાદ ડુંગળી અને મરચા પણ નાખી દેવા જોઈએ. સાથે જ તેમાં કસૂરી મેથી અને બાફેલી દાળ નાખી દો. જેથી દાળની એકદમ ઢાબા જેવી સુંગદ આવવા લાગશે. તમારે એ વાતનું ધ્યાન રાખવું કે ડુંગળી વધુ બળી ના જાય. જો ડુંગળી બળી જશો તો સ્વાદ બગડી જશે.
ટામેટાંવાળી દાળ હોય છે સૌથી અલગ-
જો તમને ટામેટાંનો સ્વાદ સારો લાગતો હોય તો આ રેસિપી તમારા માટે છે. દાળમાં ટામેટાં નાખવાથી સ્વાદ એવો આવશે કે તમે આંગળીઓ ચાંટત રહેશો. દાળને બાફતી વખતે ટામેટા કાપીને તેમા નાખી દો. ત્યાર બાકી દાળના વઘાર માટેની પ્રક્રિયા કરો જેમા ડુંગળીનો રંગ ગુલાબી થઈ જાય ત્યારે તેમા કાપેલા ટામેટાં નાખી દો. જેની સાથે તમે ઉપરથી કોથમીર પણ નાખી શકો છો. જો તમે ટામેટાં નાખ્યા વગર આવા સ્વાદની મજા માણવા માગતો હોત તો જ્યારે દાળ તૈયાર થઈ જાય ત્યારે નીચ ઉતાર્યા બાદ તેમાં ચાર ટીંપા લીંબુના રસના નાખી દો.
(નોંધ- જો તમે ઘી ખાવું નથી ગમતું તો તમે સરસવના તેલનો ઉપયોગ કરી શકો છો. પરંતુ ઘી સાથે દાળ ખાવાથી સારો સ્વાદ આવે છે. અને દાળ સાથે ઘી ખાવું એ સ્વાસ્થ્ય માટે પણ સારું માનવામાં આવે છે.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે