Cleaning Tips: ગંદા થયેલી મિક્સર જાર 10 મિનિટમાં થશે ચકાચક સાફ, ટ્રાય કરો આ Cleaning Hacks

Cleaning Tips: મિક્સરનો ઉપયોગ રોજ થતો હોય છે. અલગ અલગ વસ્તુઓ પીસવા માટે મિક્સરની અલગ અલગ જારનો ઉપયોગ થાય છે. જ્યારે આ જારનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે છે તો થોડા સમય પછી તે પીળી પડવા લાગે છે. મિક્સરનો ઉપયોગ થયા પછી તેને સાફ તો કરવામાં આવે છે પરંતુ થોડા સમય પછી તે જૂની દેખાવા લાગે છે. આ રીતે પીળી પડેલી મિક્સર જાર ને 10 મિનિટમાં તમે નવા જેવી ચમકાવી શકો છો. 

Cleaning Tips: ગંદા થયેલી મિક્સર જાર 10 મિનિટમાં થશે ચકાચક સાફ, ટ્રાય કરો આ Cleaning Hacks

Cleaning Tips: રસોડામાં નિયમિત વપરાતા ઈલેક્ટ્રોનિકસ ઉપકરણોમાંથી એક મિક્સર પણ છે. મિક્સરનો ઉપયોગ રોજ થતો હોય છે. અલગ અલગ વસ્તુઓ પીસવા માટે મિક્સરની અલગ અલગ જારનો ઉપયોગ થાય છે. જ્યારે આ જારનો નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવે છે તો થોડા સમય પછી તે પીળી પડવા લાગે છે. મિક્સરનો ઉપયોગ થયા પછી તેને સાફ તો કરવામાં આવે છે પરંતુ થોડા સમય પછી તે જૂની દેખાવા લાગે છે. આ રીતે પીળી પડેલી મિક્સર જાર ને 10 મિનિટમાં તમે નવા જેવી ચમકાવી શકો છો. મિક્સરના ઝાડની ચકાચક સફાઈ કરવાના કેટલાક નુસખા આજે તમને જણાવીએ.

આ વસ્તુઓથી મિક્સર જાર કરો સાફ

આ પણ વાંચો:

બેકિંગ પાઉડર

મિક્સર ગ્રાઈન્ડર ને સારી રીતે સાફ કરવામાં બેકિંગ પાઉડર તમને મદદ કરી શકે છે તેનો ઉપયોગ કરવાથી મિક્સરમાં આવતી ગંધ પણ દૂર થઈ જશે. તેના માટે એક વાટકીમાં બેકિંગ પાઉડર અને પાણી મિક્સ કરી ઘટ્ટ પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને મિક્સરમાં અંદર અને બહારની તરફ લગાડો. જારને દસ મિનિટ સુધી રાખો અને પછી પાણીથી સાફ કરો.

સેનીટાયઝર

હાથના બેક્ટેરિયા દૂર કરતું સેનીટાઇઝર મિક્સર ની જારને પણ સાફ કરી શકે છે. તેના માટે મિક્સર જારમાં થોડું સેનિટાઈઝર ઉમેરી તેનું ઢાંકણું બંધ કરીને મિક્સરમાં થોડી વાર ફેરવો. ત્યાર પછી તેને પાણીથી સાફ કરી તડકામાં સૂકવી દો.

વિનેગર

મિક્સર ગ્રાઈન્ડર ને સાફ કરવા માટેનો વિનેગર સૌથી સરળ ઉપાય છે. તેના માટે પાણીમાં 2 ચમચી વિનેગર મિક્સ કરો. આ મિશ્રણને મિક્સર જારમાં રેડો અને થોડીક સેકન્ડ માટે મિક્સ કરો. તેનાથી જારમાં લાગેલા ડાઘ દૂર થશે અને દુર્ગંધ પણ દૂર થશે.  

લીંબુની છાલ

લીંબુની છાલને નકામી સમજીને ડસ્ટબીનમાં ફેંકી દેવામાં આવે છે. પરંતુ તેનો ઉપયોગ મિક્સર ગ્રાઇન્ડરની જારને સાફ કરવા માટે પણ થઈ શકે છે. તેના માટે જારને ધોઈ લો અને તેની અંદર અને બહાર લીંબુની છાલ ઘસો. 10 મિનિટ પછી જારને સાદા પાણીથી સાફ કરો.
 

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news