Dandruff: શું તમે માથામાં ખંજવાળ અને ખોડાથી પરેશાન છો? તો આ લીલા પાનથી સમસ્યાનું લાવો સમાધાન
Dandruff: ડેન્ડ્રફ સ્કેલ્પમાં ઈંફેકશનના કારણે થાય છે. તેનાથી વાળ ખરવાનું પ્રમાણ વધી જાય છે. આ સમસ્યાને દુર કરવા માટે ફ્રીમાં કોઈપણ જગ્યાએથી મળી જતા કડવા લીમડાના પાન ઉપયોગી સાબિત થાય છે. આજે તમને લીમડાનો એક અસરદાર ઘરેલુ નુસખો જણાવીએ.
Trending Photos
Dandruff: માથાની ત્વચા એટલે કે સ્કેલ્પ જો સ્વસ્થ ન હોય તો ખંજવાળ, ઇન્ફેક્શન અને ડેન્ડ્રફ જેવી સમસ્યા ઝડપથી થઈ જાય છે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે લોકો અલગ અલગ પ્રકારના શેમ્પૂ, હેર સીરમ અને અન્ય પ્રોડક્ટનો ઉપયોગ કરે છે. પરંતુ આ વસ્તુઓ ઘણી વખત જોઈએ એવો ફાયદો કરતી નથી અને કેટલીક વખત વસ્તુનો ઉપયોગ થતો હોય ત્યાં સુધી જ સમસ્યાથી રાહત મળે ત્યાર પછી થઈ જાય. જે લોકો સાથે આવું થતું હોય તેમણે ડેન્ડ્રફને દૂર કરવા માટે લીમડાનો ઉપયોગ કરવો જોઈએ.
કડવો લીમડો કોઈ પણ જગ્યાએથી ફ્રીમાં સરળતાથી મળી રહે છે. ફ્રી માં મળી જતી આ વસ્તુ ડેન્ડ્રફથી કાયમી મુક્તિ અપાવી શકે છે. કડવો લીમડો ખરતા વાળની સમસ્યા અને ઇન્ફેક્શનથી પણ રાહત આપે છે. તમે ઘરે સરળતાથી કડવા લીમડાની મદદથી વાળ સંબંધિત આ સમસ્યાનો ઈલાજ કરી શકો છો.
લીમડાના પાન એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટી ઈન્ફ્લેમેટ્રી ગુણથી ભરપૂર હોય છે. લીમડો બેક્ટેરિયા અને પરસેવાના કારણે આવતી વાસને પણ દૂર કરે છે. વાળમાં જો ડેન્ડ્રફની સમસ્યા હોય તો લીમડો અસરકારક સાબિત થશે. વાળની સમસ્યાઓમાં લીમડાનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણી લો.
ડેન્ડ્રફ માટે લીમડાનો ઉપયોગ કરવાની રીત
માથામાંથી ડેન્ડ્રફ ને દૂર કરવા માટે લીમડાના પાન લાવી અને પાણીથી સારી રીતે સાફ કરો. ત્યાર પછી એક લીટર પાણીમાં એક વાટકી લીમડાના પાનને સારી રીતે ઉકાળો.. પાણીનો રંગ બદલાઈ જાય એટલે ગેસ બંધ કરી દો અને પાણીને ઠંડુ થવા દો. પાણી ઠંડુ થાય પછી તેમાંથી પાન અલગ કરીને લીમડાનું પાણી અલગ કરી રાખો. હવે આ પાણીને વાળમાં લગાડીને ફરવા હાથે મસાજ કરો. લીમડાનું પાણી 15 થી 20 મિનિટ માટે વાળમાં રહેવા દો અને પછી નોર્મલ શેમ્પૂથી વાળને ધોઈ લો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે