ગજબનું હિલ સ્ટેશન...વિદેશમાં હોવ તેવો થશે અહેસાસ, Photos જોઈને ફટાફટ બનાવશો પ્રોગ્રામ
Hill Stations: અનેક હિલ સ્ટેશન એવા છે જે તમને વિદેશની ધરતી પર જાણો હોવ તેવો અહેસાસ કરાવે. એક હિલ સ્ટેશન એવું છે જે તમને સ્કોટલેન્ડની જ યાદ અપાવશે. ત્યાંનું રમણીય વાતાવરણ તમને વિદેશનો અહેસાસ કરાવશે.
Trending Photos
ભારત પાસે હિલ સ્ટેશનોનો એવો જબરદસ્ત ખજાનો છે કે એકથી એક ચડિયાતા જાણે. આપણા ગુજરાત પાસે પણ સાપુતારા, ડોન, વિલ્સન હિલ્સ જેવા હિલ સ્ટેશન છે. અનેક હિલ સ્ટેશન એવા છે જે તમને વિદેશની ધરતી પર જાણો હોવ તેવો અહેસાસ કરાવે. એક હિલ સ્ટેશન એવું છે જે તમને સ્કોટલેન્ડની જ યાદ અપાવશે. ત્યાંનું રમણીય વાતાવરણ તમને વિદેશનો અહેસાસ કરાવશે. આ હિલ સ્ટેશન કર્ણાટકમાં આવેલું છે. ખાસ જાણો તેના વિશે.
ભારતનું સ્કોટલેન્ડ
અહીં જે હિલ સ્ટેશનની વાત કરી રહ્યા છે તે છે કૂર્ગ હિલ સ્ટેશન. જે દક્ષિણ ભારતીય રાજ્ય કર્ણાટકમાં આવેલું છે. સમુદ્રની સપાટીથી 1525 મીટરની ઊંચાઈએ છે. કૂર્ગ ચા, કોફી અને ગાઢ જંગલો માટે જાણીતું છે. જો તમે ગરમીમાં ઠંડી જગ્યાની શોધમાં હોવ તો કૂર્ગ બેસ્ટ ઓપ્શન બની શકે.
કૂર્ગ હિલ સ્ટેશન સુગંધિત મસાલાઓ અને કોફીના બગીચાઓ માટે જાણીતું છે. અહીં ઝરણા, કિલ્લા, પ્રાચીન મંદિર, તિબ્બતી વસ્તીઓ ફરવા લાયક છે. કૂર્ગમાં તમે ઓમકારેશ્વર મંદિર ફરી શકો છો. ભગવાન શિવને સમર્પિત આ મંદિર 1820માં બનેલું સૌથી જૂનું મંદિર છે. આ ઉપરાંત કૂર્ગમાં બ્રહ્મગિરી વન્ય જીવ અભ્યારણ્યની સેર કરી શકો છો. આ અભ્યારણ્ય વર્ષ 1974માં સ્થાપિત કરાયું હતું. જ્યાં વિવિધ પ્રકારના જીવ અને જંતુઓ હોય છે. કૂર્ગમાં સેલાણી પડી ઈગ્ગુથપ્પા મંદિરમાં દર્શન કરી શકે છે. આ મંદિર ઓમકારેશ્વર મંદિરથી બરાબર દસ વર્ષ પહેલા બન્યું હતું. આ ઉપરાંત પ્રવાસીઓ તલકાવેરી પણ જઈ શકે છે. કૂર્ગમાં તમે ભાંગડેશ્વર મંદિરમાં જઈ શકો છો.
કૂર્ગનો એબી ફોલ્સ
70 ફૂટની ઊંચાઈથી નીચે પડતો આ એબી ફોલ્સ ખરેખર જોવા લાગક છે. અંગ્રેજોના શાસન દરમિયાન આ જગ્યાને જેસી ફોલ્સ કહેવાતી હતી. આ વિસ્તારના પહેલા બ્રિટિશ પાદરીએ પોતાની પુત્રીના નામથી આ જગ્યાનું નામ રાખ્યું હતું. ચારેબાજુ કોફી અને મસાલાના બગીચા અને વચ્ચે ઝરણા જોઈને તમે મંત્રમુગ્ધ બની જશો. અહીં જવા માટે સૌથી સારો સમય ઠંડી છે.
મંડલપટ્ટી વ્યૂહપોઈન્ટ
તેનો અર્થ થાય છે વાદળોનું બજાર. જે લગભગ 4050 ફૂટની ઊંચાઈ પર છે. આ પહાડીની ચોટી પુષ્પગિરી રિઝર્વ ફોરેસ્ટનો ભાગ છે. જ્યાંથી તમે આ વિસ્તારના સૌથી અદભૂત નજારાને જોઈ શકશો. આ વ્યૂહપોઈન્ટ સુધી પહોંચવા માટે તમે બે રૂટ લઈ શકો છો. એક એબી ફોલ્સ જંકશનના માધ્યમથી જે નાનો છે અને બીજો મક્કદુરુના માધ્યમથી જ્યાંથી તમે અહીંની સુંદરતા જોઈ શકો છો.
નામદ્રોલિંગ મઠ
કૂર્ગ હિલ સ્ટેશનથી લગભગ 34 કિમી દૂર નામદ્રોલિંગ મઠ જેને સ્વર્ણ મંદિર પણ કહે છે તે પર્યટકોની આસ્થાનું કેન્દ્ર છે. નામદ્રોલિંગ મઠને તિબ્બતી બૌદ્ધ ધર્મ સંબંધિત શાળાઓનું સૌથી મોટું શિક્ષણ કેન્દ્ર ગણવામાં આવે છે. દુનિયાની બીજી સૌથી મોટી તિબ્બતી વસ્તી બાઈલાકુપ્પેમાં સ્થિત આ 3 માળનું બૌદ્ધ મંદિર 5000થી વધુ ભિક્ષુઓ અને નનોનું ઘર છે.
તાડિયાંદોમોલ પીક
5724 ફૂટની ઊંચાઈ પર આવેલા તાડિયાદામોલ કૂર્ગની સૌથી ઊંચી ટોચ છે અને કર્ણાટકમાં બીજી સૌથી ઊંચી ટોચ ગણાય છે. અહીં પહાડ ગાઢ જંગલોથી ભરેલા છે. આ જગ્યા ટ્રેકિંગ પ્રેમીઓ માટે પણ બેસ્ટ છે.
ઈરુપ્પુ ફોલ્સ
ઈરુપ્પુ વોટર ફોલ્સ કૂર્ગ જિલ્લામાં બ્રહ્મગિરિ પર્વત શ્રેણી પર આવેલું એક સુંદર ઝરણું છે. ઈરુપ્પુ ફોલ્સને લક્ષ્મણ તીર્થ વોટરફોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઝરણા પાસે જ ભગવાન શિવનું રામેશ્વર મંદિર પણ છે. ઈરુપ્પુ વોટર ફોલ્સના જળને પ્રાચીન સમયથી ખુબ પવિત્ર ગણવામાં આવે છે. આ ઝરણું રામાયણ કાળ સંબંધિત હોવાનું મનાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે