વારંવાર કલર કરવાથી બેજાન થયેલા વાળની રંગત વધારશે મેથીના પાન, આ રીતે કરો ઉપયોગ
Hair Coloring Tips: યુવક યુવતિઓ ફેશન માટે પણ વાળને અલગ અલગ કલર કરાવતા હોય છે. પરંતુ હેર કલર કરાવ્યા પછી વાળની સંભાળ રાખવામાં તેઓ ચૂકી જાય છે. પરિણામે વાળમાં કુદરતી શાઈન રહેતી નથી અને વાળ ડલ દેખાવા લાગે છે.
Trending Photos
Hair Coloring Tips: વાળ સફેદ થવાની સમસ્યા હવે સામાન્ય થઈ ચૂકી છે. નાની ઉંમરમાં લોકોના વાળ સફેદ થવા લાગે છે. સફેદ થતા વાળને છુપાવવા માટે લોકો કલર પણ ઝડપથી કરાવવા લાગે છે. યુવક યુવતિઓ ફેશન માટે પણ વાળને અલગ અલગ કલર કરાવતા હોય છે. પરંતુ હેર કલર કરાવ્યા પછી વાળની સંભાળ રાખવામાં તેઓ ચૂકી જાય છે. પરિણામે વાળમાં કુદરતી શાઈન રહેતી નથી અને વાળ ડલ દેખાવા લાગે છે. જો તમારા વાળ પણ કલર કરાવવાના કારણે ડલ થઈ ગયા છે તો વાળની કુદરતી ચમક પરત લાવવામાં તમને મેથીના પાન મદદ કરી શકે છે. મેથીના પાનનો ઉપયોગ કરીને તમે કુદરતી રીતે વાળનો કલર કાળો કરી શકો છો અને સાથે જ વાળની ચમક પણ યથાવત રહેશે.
આ પણ વાંચો:
મેથીના પાનથી બનાવો હેર કલર
મેથીના પાનનો ઉપયોગ હેર કલર માટે કરવો હોય તો વાળની લેન્થ પ્રમાણે મેથીના પાન લેવા. તેને બરાબર રીતે ધોઈને સાફ કરી લેવા અને પછી તેની પેસ્ટ બનાવી લેવી. હવે આ પેસ્ટમાં નાળિયેરનું તેલ જરૂર અનુસાર ઉમેરવું. ત્યાર પછી આ પેસ્ટને બરાબર મિક્સ કરીને એક કલાક માટે માથામાં લગાવો. વાળમાં આ પેસ્ટ લગાવો તે પહેલા વાળને બરાબર રીતે ઓળી લેવા. ત્યાર પછી આ પેસ્ટ વાળના મૂળથી લઈને વાળના છેડા સુધી લગાડો અને એક થી બે કલાક સુધી આ પેસ્ટને માથામાં જ રહેવા દો. વાળમાં રંગ બરાબર ચડી જાય પછી વાળને પાણીથી સાફ કરી લો.
મેથી અને મહેંદી ના પાનથી બનાવો હેર કલર
તમે કુદરતી હેર કલર બનાવવા માટે મેથીના સુકા પાન અને મહેંદીના પાનનો ઉપયોગ પણ કરી શકો છો. બંનેના પાનને લઈને બરાબર રીતે સાફ કરી તેની પેસ્ટ બનાવી લેવી. તેમાં જરૂર અનુસાર નાળિયેરનું તેલ ઉમેરીને વાળમાં બરાબર રીતે લગાવો. એક કલાક પછી વાળમાંથી આ પેસ્ટને કાઢી નાખો પરંતુ શેમ્પુ ન કરવું. વાળ કોરા થઈ જાય પછી વાળમાં તેલ લગાવી દેવું અને બીજા દિવસે શેમ્પુથી વાળ ધોવા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે