બીજા વિશ્વયુદ્ધમાં કોણે ફેંક્યા હતા નારિયેળ બોમ્બ? કઈ રીતે નામ પડ્યું શ્રીફળ? જાણો નારિયેળ વિશે મજાની વાત
સૌપ્રથમ 2009માં એશિયા પેસિફિક કોકોનટ કોમ્યુનિટીએ વિશ્વ નારિયેળ દિવસની ઉજવણી કરી હતી. મુખ્યત્વે એશિયન અને પેસિફિક પ્રદેશોમાં તેની ઉજવણી કરવામાં આવે છે. જેની પાછળ કારણ એ છે કે આ પ્રદેશોમાં વિશ્વમાં સૌથી વધુ નાળિયેરનું ઉત્પાદન થાય છે. પરંતુ દુનિયાના તમામ લોકો નારિયેળ વિશે જાગૃત બને અને તેના ઉત્પાદનમાં રસ દાખવે તેના માટે વિશ્વ નારિયેળ દિવસ મનાવાય છે.
- કેમ મનાવાય છે વિશ્વ નારિયેળ દિવસ?
- વિશ્વ યુદ્ધમાં પણ થયો હતો નારિયેળનો ઉપયોગ
- નારિયેળના ફાયદા જાણીને થશે અચરજ
Trending Photos
નવી દિલ્હીઃ કોઈ પણ શુભ કામ લોકો નારિયેળ વધેરીને જ કરતા હોય છે. એ વાતનો તમને ખ્યાલ હશે પરંતુ વિશ્વ નારિયેળ દિવસ ક્યારે મનાવાય છે તેનો બધાને ખ્યાલ નથી હોતો. કેમ વિશ્વ નારિયેળ દિવસ મનાવાય છે તેની પાછળ શું કહાની છે અને કેવી રીતે શરૂઆત થઈ તે જાણવું પણ મહત્વનું છે. નારિયેળ પાણી પીવું એ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. નારિયેળ પાણી મોટાથી લઈને નાના સુધી તમામ લોકોને પસંદ હોય છે. ત્યારે લીલા અને પાકેલા નારિયેળ ખુબ જ મહત્વ રહેલું છે. ત્યારે આવો જાણીએ નારિયેળ દિવસના ઈતિહાસ વિશે.
નારિયેળ પોષક તત્વોથી ભરપૂર હોય છે-
નારિયળમાં મેંગેનીઝ 52.17 ટકા, કોપર 38.67 ટકા, આયર્ન 24.20 ટકા, ફાઈબર 18.80 ટકા, ઝીંક 8 ટકા, વેલિન 7.60 ટકા અને કાર્બોહાઇડ્રેટ 9.37 ટકા હોય છે. જે આપણા માટે ખુબ જ ઉપયોગી હોય છે.
લીલા નારિયેળના ફાયદા-
લીલા નારિયેળ ખાવાના અનેક ફાયદા હોય છે. લીલા નારિયેળમાં ઘણા પોષક તત્વો હોય છે. કોપર, સેલેનિયમ, આયર્ન, ફૉસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા ઘણા તત્વો રહેલા હોય છે. જે તમને તંદુરસ્તી આપે છે. જેથી શરીર થાક્યા વગર વધુ સારી રીતે કામ કરી શકે છે.
નારિયેળ પાણીના ફાયદા-
નારિયેળ પાણી ચહેરાની ચમકમાં વધારો કરે છે. નારિયેળ પાણીના સેવનથી ક્યારેય ડિહાઈડ્રેક્શનની સમસ્યા થતી નથી. નારિયેળ પાણીમાં રહેલા પોષક તત્વો હાઈ બ્લડ પ્રેશરને કાબૂમાં રાખવામાં મદદ કરે છે. સતત નારિયેળ પાણીના સેવનથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. એટલું જ નહીં પણ નારિયેળ પાણીના સેવનથી મોટી ઉંમરે પણ તમે યુવા દેખાશો.
ક્યારે ઉજવાય છે વિશ્વ નારિયેળ દિવસ?
દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ વિશ્વ નારિયેળ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વ નારિયેળ દિવસ મનાવવા પાછળ તેનું મહત્વ લોકોને સમજાવવું અને નારિયેળની ખેતીને પ્રોત્સાહ આપવાનો છે. આપણાં દેશમાં સદીઓથી નારિયેળનું આધ્યાત્મિક અને ઔષધિય મૂલ્ય રહેલું છે. પૂજા-પાઠની શરૂઆત શ્રીફળ વધેર્યા બાદ જ થાય છે. તેવી જ રીતે શારીરિક સમસ્યાઓને દૂર કરવામાં નારિયેળ ખૂબ જ ઉપયોગી છે. એટલા માટે જ દર વર્ષે 2 સપ્ટેમ્બરે વિશ્વ નારિયેળ દિવસ ઉજવાય છે.
વિશ્વ નારિયેળ દિવસની શરૂઆત ક્યારે થઈ?
સૌપ્રથમ 2009માં એશિયા પેસિફિક કોકોનટ કોમ્યુનિટીએ વિશ્વ નારિયેળ દિવસની ઉજવણી કરી હતી. મુખ્યત્વે એશિયન અને પેસિફિક પ્રદેશોમાં તેની ઉજવણી કરવામાં આવે છે. જેની પાછળ કારણ એ છે કે આ પ્રદેશોમાં વિશ્વમાં સૌથી વધુ નાળિયેરનું ઉત્પાદન થાય છે. પરંતુ દુનિયાના તમામ લોકો નારિયેળ વિશે જાગૃત બને અને તેના ઉત્પાદનમાં રસ દાખવે તેના માટે વિશ્વ નારિયેળ દિવસ મનાવાય છે. જેથી ભારતમાં નાળિયેર વિકાસ બોર્ડ કેરળ, તમિલનાડુ, કર્ણાટક, ગોવા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, ઓડિશા સહિતના રાજ્યમાં પ્રોત્સાહન આપવામાં આવે છે.
નારિયેળનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે?
નારિયેળનું વૈજ્ઞાનિક નામ કોકસ ન્યુસિફેરા છે. દુનિયામાં સૌથી વધુ નારિયેળ ઉત્પાદનમાં ફેડરેટેડ સ્ટેટ્સ ઓફ માઇક્રોનેશિયા, ફીજી, ભારત, ઇન્ડોનેશિયા, કિરીબાતી, મલેશિયા, માર્શલ આઇલેન્ડ, પાપુઆ ન્યુ ગિની, ફિલિપાઇન્સ, સમોઆ, સોલોમન આઇલેન્ડ, શ્રીલંકા, થાઇલેન્ડ, ટોંગા, વનુતુ, વિયેતનામ, જમૈકા અને કેન્યામાં થાય છે. નારિયેળના વૃક્ષો 82 ફૂટ એટલે કે 25 મીટર જેટલા ઊંચા થાય છે.
નારિયેળનો વિશ્વયુદ્ધમાં થયો હતો ઉપયોગ-
જાણીને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનીઓએ નારિયેળનો ગ્રેનેડ તરીકે ઉપયોગ કર્યો હતો. તેમણે નારિયેળમાં ગ્રેનેડ ભરીને દુશ્મનો પર ફેંક્યા હતા. અને જાપાનના આ પ્રયોગથી તે સમયે દુનિયાના દેશો ચોંકી ઉઠ્યાં હતાં. કારણકે, કોઈને એવો વિચાર સુદ્ધા પણ નહોંતો આવ્યો કે આ પ્રકારે નારિયેળમાં ગ્રેનેડ ભરીને તેનો ઘાતક હથિયાર તરીકે પણ ઉપયોગ થઈ શકે છે. જોકે, બીજી તરફ એ જ સમયમાં આ જ નારિયેળનો ઉપયોગ જાપાનીઓએ ઔષધિ તરીકે પણ કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં જ નારિયેળ પાણીનો ઔષધીય રીતે પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડિહાઇડ્રેશનની સારવાર માટે નારિયેળનો ઉપયોગ ખુબ જ કારગત સાબિત થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે