Carrot For Hair:ગાજરની મદદથી વાળ થશે લાંબા અને મજબૂત, સલૂનમાં ટ્રીટમેન્ટ કરાવ્યા જેવી થશે અસર

Carrot For Hair: ગાજરનો ઉપયોગ કરીને તમે ઘરે જ હેર માસ્ક તૈયાર કરી શકો છો. થોડા થોડા દિવસે આ હેર માસ્કનો ઉપયોગ કરશો તો વાળ લાંબા કાળા અને શાઈની બની જશે. ગાજરનો હેર માસ્ક તમે 3 રીતે બનાવી શકો છો. 

Carrot For Hair:ગાજરની મદદથી વાળ થશે લાંબા અને મજબૂત, સલૂનમાં ટ્રીટમેન્ટ કરાવ્યા જેવી થશે અસર

Carrot For Hair: વાળને હેલ્ધી અને શાઈની બનાવવા માટે માર્કેટમાં ઘણા બધા પ્રોડક્ટ મળે છે. કેટલાક લોકો સમયાંતરે સલૂનમાં મોંઘી ટ્રીટમેન્ટ પણ કરાવી લેતા હોય છે. પરંતુ આવી ટ્રીટમેન્ટ કરાવી બધા માટે શક્ય નથી. સાથે જ ઘણી વખત તેનાથી આડઅસર થવાની ચિંતા પણ રહે છે. જો આ ચિંતાને દૂર કરીને તમારે સુંદર વાળ મેળવવા હોય તો ગાજર મદદરૂપ થઈ શકે છે. 

ગાજરમાં બાયોટીન સહિત એવા તત્વ હોય છે જે વાળનો ગ્રોથ વધારે છે અને સાથે જ વાળની હેલ્ધી પણ બનાવે છે. ગાજરનો ઉપયોગ કરવાથી વાળ તૂટતા પણ નથી. જ્યારે વાળમાં વિટામીન એની ખામી હોય તો વાળ ડ્રાય થઈ જાય છે અને બેજાન દેખાય છે. આ વિટામિન ઈ વાળને ગાજર મારફતે મળી શકે છે. ગાજર વાળ માટે ટોનિક જેવું કામ કરે છે. તે સ્કેલ્પના બેક્ટેરિયા અને ઇન્ફેક્શનને પણ દૂર કરે છે. ગાજર ડેન્ડ્રફને પણ અટકાવે છે. ટૂંકમાં કહીએ તો ગાજરથી વાળને અનેક ફાયદા થાય છે. 

ગાજરથી બનતા હેર માસ્ક

આ પણ વાંચો: Baby Hair ના કારણે માથામાં દેખાય છે ટાલ ? આ 4 વસ્તુઓ ખાવાથી વધશે બેબી હેરનો ગ્રોથ
 
ગાજરનો ઉપયોગ કરીને તમે ઘરે જ હેર માસ્ક તૈયાર કરી શકો છો. થોડા થોડા દિવસે આ હેર માસ્કનો ઉપયોગ કરશો તો વાળ લાંબા કાળા અને શાઈની બની જશે. ગાજરનો હેર માસ્ક તમે 3 રીતે બનાવી શકો છો. 

1. ગાજર અને ડુંગળી

આ હેર માસ્ક બનાવવા માટે સૌથી પહેલા ડુંગળી અને ગાજરને નાના ટુકડામાં કાપી લો. બંને વસ્તુને મિક્સરમાં પીસી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં થોડો લીંબુનો રસ અને ઓલીવ ઓઇલ મિક્સ કરો. હવે આ પેસ્ટને વાળમાં સારી રીતે લગાડો. 20 મિનિટ સુધી તેને રહેવા દો અને પછી વાળને શેમ્પુ કરી લો. 

2. ગાજર અને દહીં

જો વાળમાં ડેન્ડ્રફની સમસ્યા હોય અને વાળ ડ્રાય દેખાતા હોય તો એક ગાજરની પેસ્ટ બનાવી તેને બે ચમચી દહીં અને એક ચમચી મધ સાથે મિક્સ કરો. ત્રણેય વસ્તુને સારી રીતે મિક્સ કરીને વાળમાં લગાડો. 30 મિનિટ તેને વાળમાં રહેવા દો અને પછી વાળને શેમ્પુ કરી લો. 

3. ગાજર અને એલોવેરા

હેર ગ્રોથ વધારવો હોય તો ગાજર અને એલોવેરા ખૂબ જ અસરકારક સાબિત થશે. તેના માટે એક ગાજરની પેસ્ટ બનાવી તેમાં એક ચમચી એલોવેરા જેલ અને એક ચમચી નાળિયેરનું તેલ ઉમેરો. હવે આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાડો. 20 મિનિટ સુધી તેને વાળમાં રહેવા દો અને પછી વાળને શેમ્પુ કરી કન્ડિશનર કરો.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news